યુપીના બહરાઈચમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, એક વ્યક્તિનું મોત

  • October 14, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિની વિસર્જન યાત્રા દરમિયાન હંગામો થયો હતો. શોભાયાત્રા દરમિયાન કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કયર્િ હતા. આ પછી એક ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો અને ફાયરિંગ શરૂ કર્યું. ફાયરિંગમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જેના કારણે તણાવ વધી ગયો હતો. આ નાસભાગ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદ હિંદુ સંગઠનોએ જિલ્લામાં વિવિધ સ્થળોએ મૂર્તિ વિસર્જન અટકાવીને વિરોધ શરૂ કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે
.
બહરાઈચમાં થયેલી હિંસા અંગે જિલ્લા એસપી વૃંદા શુક્લાએ કહ્યું કે, પોલીસે 25-30 લોકોની અટકાયત કરી છે. ફાયરિંગ સલમાન નામના આરોપીના ઘરેથી થયું હતું,બાકીના આરોપીઓ હજુ ફરાર છે. વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે પૂર્ણ થયા બાદ ધરપકડની કામગીરી તેજ કરવામાં આવશે. પોલીસે આ કેસમાં આરોપી હત્યારાની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં 22 વર્ષીય યુવક રામ ગોપાલ મિશ્રાનું ગોળી લાગવાથી મોત થયું હતું. બહરાઈચના પોલીસ અધિક્ષકે બેદરકારીના આરોપસર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ હરદી અને મહસી પોલીસ ચોકીના ઈન્ચાર્જ સહિત અડધો ડઝન પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
બહરાઇચમાં તણાવ સતત વધી રહ્યો છે, મહારાજગંજમાં કેટલાક લોકોએ વિરોધ વ્યક્ત કરવા માટે અનેક દુકાનો અને જાહેર જગ્યાઓમાં આગ લગાવી દીધી હતી જેના પગલે પોલીસ દોડી ગઈ હતી અને ફાયર ફાઈટરએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ કર્યો હતો.


સીએમ યોગી આકરાં પાણીએ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે કહ્યું કે બહરાઈચના મહસીમાં વાતાવરણ બગાડનારાઓને બક્ષવામાં આવશે નહીં. સીએમ યોગીએ અધિકારીઓને બદમાશોની ઓળખ કરવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. અધિકારીઓને પણ કહ્યું કે મૂર્તિનું વિસર્જન ચાલુ રાખવું જોઈએ, ધાર્મિક સંસ્થાઓ સાથે વાતચીત કયર્િ બાદ મૂર્તિનું વિસર્જન સમયસર કરવામાં આવે.મુખ્યમંત્રીએ કહ્યું કે દરેકને સુરક્ષાની ખાતરી આપવા માટે વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહે. તે લોકોની પણ ઓળખ કરો જેમની બેદરકારીના કારણે આ ઘટના બની.

20 લોકોની અટકાયત
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મહસી જિલ્લાના મહારાજગંજમાં બની હતી.જ્યારે દુગર્િ મૂર્તિ વિસર્જન સરઘસમાં ભાગ લેનારા કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કયર્િ હતા. આ પછી એક ખાસ સમુદાયના નારાજ લોકોએ પથ્થરમારો અને ગોળીબાર શરૂ કર્યો. થોડી જ વારમાં સ્થળ પર હંગામો મચી ગયો હતો.
આ ઘટના બાદ લગભગ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application