સરકારમાં નિવૃત્ત અધિકારીઓને કોન્ટ્રાકટ આપવામાં નિયમોનો ભંગ

  • March 11, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગનો નિયમ છે કે વય નિવૃત્તિ પછી કરાર આધારિત નિમણૂક ૬૨ વર્ષ સુધી આપી શકાય છે પરંતુ રાય સરકારમાં હાલની સ્થિતિએ ૬૨ વર્ષથી વધુ વય ધરાવતા ૬૮ અધિકારીઓ વિવિધ વિભાગોમાં ફરજ બજાવી રહ્યાં છે.
સરકારે વયનિવૃત્તિ પછી ત્રણ વર્ષમાં ૩૯૬ અધિકારીઓને કરાર આધારિત નિમણૂક આપી છે. ચોંકાવનારી વિગતો એવી છે કે મુખ્યમંત્રી કાર્યાલય, ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગમાં પણ ૬૫ થી ૭૩ વર્ષ સુધીના અધિકારીઓ કરાર આધારિત નિમણૂક પામેલા છે.
સામાન્ય વહીવટ વિભાગના આદેશ અને નિયમનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. વિધાનસભાના સચિવ પણ ૭૩ વર્ષના થયાં છે છતાં તેમની નિયુકિતને સમા કરવામાં કોઇને રસ નથી. સચિવાલયના વિભાગોમાં ૧૯ અધિક સચિવ, ૨૨ સંયુકત સચિવ, ૬૮ ઉપસચિવ, ૬૭ સેકશન અધિકારી અને ૯૯ નાયબ સેકશન અધિકારી કરાર આધારિત નિયુકિત ધરાવે છે. એટલે કે સચિવાલયની વિવિધ કેડરમાં મોટાપાયે અધિકારીઓની ઘટ વર્તાઇ રહી છે, પરિણામે નિયમો તોડીને નિવૃત્તિ પછી નોકરી આપવી પડી રહી છે. કોન્ટ્રાકટ પદ્ધતિમાં સરકાર બચાવ કરતાં એવું કહે છે કે કાર્યક્ષમતા, ગુણવત્તા અને વહીવટી જરિયાતના કારણે આમ કરવું પડે છે પરંતુ ઘણાં કિસ્સાઓમાં અભ્યાસક્રમ બહારની પ્રવૃત્તિ ચાલે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application