મહારાષ્ટ્રમાં આચારસંહિતાનો સતત ભંગ થઈ રહ્યો છે. ચૂંટણી પહેલા અનેક જગ્યાએથી કરોડો રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. હિંગોલી બસ ડેપો પાસે બે વાહનોમાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. બંને વાહનોમાં પીળા કલરની થેલીમાં પૈસા લાવવામાં આવ્યા હતા.
હિંગોલીમાં એક કરોડ 40 લાખ 35 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હિંગોલી જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી હતી. આ પૈસા કલમનુરી વિસ્તારમાંથી લાવવામાં આવ્યા હતા. આ રકમ ખાનગી બેંકમાંથી ઉપાડવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. નાણા અને વાહન જપ્ત કરવામાં આવ્યા છે. આ નાણાં કોના છે, કોણ લાવ્યું અને ક્યાંથી અને શેના માટે વાપરવાના હતા તે અંગે તપાસ ચાલી રહી છે.
છેલ્લા 24 કલાકમાં 52 કરોડનો સામાન જપ્ત
આચારસંહિતા વચ્ચે નાણાં જપ્ત કરવાનો આ પહેલો કિસ્સો નથી. અધિકારીઓએ જણાવ્યું કે કાયદા અમલીકરણ એજન્સીઓએ છેલ્લા 24 કલાકમાં 52 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી, એજન્સીઓએ સમગ્ર મહારાષ્ટ્રમાં રૂ. 90.74 કરોડનો સામાન જપ્ત કર્યો છે. અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની 1100 થી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech