હરિયાણામાં સ્ટાર રેસલર વિનેશ ફોગટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને 2024 પેરિસ ઓલિમ્પિકમાં વધુ વજન હોવાના કારણે ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી. વિનેશ ફોગાટના પરત ફર્યા બાદ ભવ્ય સ્વાગત સમારોહ યોજાશે. આ ઉપરાંત તેને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવશે.
સર્વ ખાપ દ્વારા વિનેશ ફોગટને લઈને એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિનેશ ફોગાટ પરત ફરશે ત્યારે લોકો તેમનું સ્વાગત કરશે. તેમજ વિનેશ ફોગાટને સર્વ ખાપ વતી એક સમારોહમાં ગોલ્ડ મેડલ આપવામાં આવશે.
100 ગ્રામ વજન વધવાને કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર શરૂઆત કરી હતી. વિનેશ ફોગાટે તેની પહેલી જ મેચમાં ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ગત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર કુસ્તીબાજને હરાવી હતી. આ પછી વિનેશે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં પણ જોરદાર જીત નોંધાવી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
વિનેશ ફોગાટના પ્રદર્શનને જોતા તેને ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. જોકે ફાઈનલના દિવસે તે વધારે વજનના કારણે અયોગ્ય જાહેર થઈ હતી. વિનેશ 50 કિલોગ્રામ મહિલા કુશ્તી સ્પર્ધામાં ગોલ્ડ જીતશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. જોકે 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
વિનેશે અપીલ કરી છે, આજે આવશે નિર્ણય
વિનેશ ફોગાટે અયોગ્યતાના નિર્ણયનો વિરોધ કર્યો છે અને સિલ્વર મેડલની માંગ કરી છે. તેમણે CASને અપીલ કરી છે. આ મામલે આજે નિર્ણય આવી શકે છે. CASએ વિનેશને ત્રણ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું છે. વિનેશ ઈ-મેઈલ પર જવાબ આપશે. ત્યારબાદ CAS પોતાનો નિર્ણય આપશે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે. જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ છે. જો વિનેશને સિલ્વર મેડલ મળે તો ભારત પાસે પેરિસ ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ થઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજ્યોર્જિયા મેલોનીને ઘુટણીએ બેસી અલ્બેનિયાના પીએમએ આવકાર્યા
May 17, 2025 10:16 AMGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech