કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં દાખલ કરાયેલી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ વિનેશ ફોગાટે એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે. સિંગર બી પ્રાકના ગીત સાથે મેટ પર સૂતી છે. આંખો પર હાથ રાખીને એક તસવીર શેર કરી છે.
ગીતના શબ્દો છે 'જિંદગી સિદ્ધિ કર દિંદા સબ કુજ પુથા હી રહે ગયા, મેરી વારી તૈ લગદાઈ રબ્બા સુત્તા હી રહ ગયા, ના દિત્તા પ્યાર...'. તેને ત્રણ લાખથી વધુ લોકોએ લાઈક કયુ છે. અને ૧૮ હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુસ્તીની ૫૦ કિગ્રા વજન વર્ગની ફાઈનલ મેચ પહેલા વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જે બાદ વિનેશ ફોગટ દ્રારા તેને સિલ્વર મેડલ આપવા અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોટર્સમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સીએએસ દ્રારા બુધવારે ચુકાદો આપતા ફોગાટની અરજી ફગાવી દેવામાં આવી હતી. વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધા બાદ ૧૭ ઓગસ્ટ શનિવારે ભારત પરત ફરી રહી છે. તે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટથી તેના વતન બલાલી આવશે. આ ટ પર અનેક જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવશે. વિનેશના કાકા અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા કુસ્તીબાજ મહાવીર ફોગાટે કહ્યું કે, તેના વતન બલાલી પહોંચવા પર વિનેશનું ગોલ્ડ મેડલ વિજેતાની જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઓલિમ્પિક વિજેતા રેસલર બજરગં પુનિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું કે, આ અંધકારમાં ભલે તમારો મેડલ છીનવાઈ ગયો, પરંતુ આજે તમે આખી દુનિયામાં હીરાની જેમ ચમકી રહ્યા છો. વલ્ર્ડ ચેમ્પિયન, ભારતનું ગૌરવ, સ્તમ–એ–હિંદ, વિનેશ ફોગટ, તું દેશનો કોહિનૂર છે. આખી દુનિયામાં વિનેશ ફોગાટ વિનેશ, ફોગટ થઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech