ચાર પાંચ દિવસ પહેલા હળવદ તાલુકાના ચરાડવા ગામે નર્મદા કેનાલમાંથી ૬ ખેડૂતોના દેડકો મોટરના કેબલની ચોરી તસ્કરો ફરાર થય ગયા હતા. તસ્કરોએ ગ્રામ્ય પંથકમાં નાઈટ પેટ્રોલિંગ શ કયુ હોય તેવું લાગી રહ્યું હતું,હળવદ તાલુકાના ચરાડવા પંથકમાં નમેદાની કેનાલ પર ચાલતા દેડકાંના કેબલ કાપી ચોરીનો અંજામ આપ્યો હતો.પહેલા જ કડીયાણા અને દેવપુર પાસે આવેલ કેનાલમાં ખેડૂતોના સાત જેટલા દેડકો મોટરની ચોરી થઈ હતી, ત્યારે હળવદ તાલુકાના ચરાડવા પાસે આવેલ નર્મદા કેનાલમાં ખેડૂતોના જણાવ્યા અનુસાર ૬ જેટલા ખેડૂતોનો કોપરનો કેબલ જે સ્ટાર્ટર થી મોટર સુધી લગાવેલ હોય તે કોઈ રાત્રિના અજાણ્યા શખ્સોએ કુવાળા અથવા પકડથી કાપી લઈ ગયા હતા.
હળવદ તાલુકાના ચરાવડા ગામની સીમમાં અજાણ્યા શખ્સો કેબલ સળગાવતા હોવાનું ગ્રામજનો ને જાણવા મળતા ગ્રામજનોએ બે શંકાસ્પદ ઈસમોને ઝડપી હળવદ પોલીસ ને જાણ કરી પોલીસ ને હવાલે કર્યા હતા.હળવદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech