ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીની તારીખો ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ બંને બેઠક માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. 26 મેથી ચૂંટણીફોર્મ ભરવાની શરૂઆત થશે. ચૂંટણી પંચ દ્વારા સમયસૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી રહી છે.
2 જૂન સુધી ભરી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 5 જૂન છે.
કડી વિધાનસભા મતવિસ્તારમાં 376 નવા મતદારોનો વધારો થયો છે. આમાં 152 પુરુષ અને 224 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. કુલ મતદારોની સંખ્યા 2,89,746 થઈ છે. જેમાં 1,49,719 પુરુષ, 1,40,023 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. તો બીજી તરફ વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં 185 નવા મતદારો ઉમેરાયા છે. આમાં 24 પુરુષ, 160 મહિલા અને 1 ત્રીજી જાતિના મતદારનો સમાવેશ થાય છે. કુલ મતદારોની સંખ્યા 2,61,052 થઈ છે. જેમાં 1,35,597 પુરુષ, 1,25,451 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારો છે.
ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીથી લઈને પ્રદેશ નેતાઓ એક્ટિવ થયા છે. 8-9 એપ્રિલે રાષ્ટ્રીય અધિવેશન અને 15-16 એપ્રિલે સૃજન સંગઠન અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રભારી વાસનિક 18 એપ્રિલ, 2025ના રોજ અમદાવાદ આવ્યા હતાં. કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને
રાહુલ ગાંધીએ માર્ચ અને એપ્રિલમાં ગુજરાતની એક બાદ એક ત્રણ મુલાકાત લીધી છે. હવે તેઓ ગુજરાતને લઈ ગંભીર છે, જેના ભાગરૂપે દિલ્હીની જેમ ગુજરાતમાં પણ AAP સાથે ગઠબંધન કર્યા વિના એકલા હાથે ચૂંટણી લડવાના છે. આમ, વિધાનસભા 2027ની ચૂંટણી પણ કોંગ્રેસ એકલા હાથે લડશે એવો સંકેત આપી દીધો હતો.
AAPએ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા
આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. બીજી તરફ કોંગ્રેસે આ બંને બેઠક માટે પોતાના ઉમેદવારને મેદાને ઉતારવાની જાહેરાત કરી દીધી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તો ત્યાં સુધી કહ્યું કે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન કર્યું છે.
મજબૂત નિર્ણયો લેવાનો આરંભ
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભલે ગઠબંધન કરીને લડ્યા હોય પરંતુ આ પેટાચૂંટણીમાં આપ સાથે ગઠબંધન ન કરવાનો નિર્ણય એ બતાવે છે કે ગુજરાતમાં સંગઠનને બેઠું કરવા માટે જે મજબૂત નિર્ણયો લેવાની વાતો થાય છે તેની આ શરૂઆત છે.
કરશન સોલંકીના અવસાનથી ખાલી પડી છે કડી સીટ
ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી સીટ પણ ખાલી પડેલી છે. આમ, ગુજરાતમાં બે સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech