કોડીનાર તાલુકાના વેલણ ગામ અને આસપાસના વાડી વિસ્તારોમાં છેલ્લ ા કેટલાક સમયથી ફફડાટ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. દીપડો પકડાતા જ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ દીપડાના આતંકમાંથી મોટી રાહત અનુભવી છે. વેલણ ગામના રહેવાસી ભરતભાઈ રાજાભાઈ ચુડાસમાની વાડી વિસ્તારમાં દીપડાની ભારે રંજાડ જોવા મળી રહી હતી. દીપડો વારંવાર માનવ વસવાટ અને વાડીની નજીક આવી ચઢતો હોવાથી ખેડૂતોમાં ભયનો માહોલ હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા, વન વિભાગે ત્વરિત પગલાં ભરીને ગત રોજ ભરતભાઈની વાડીએ મારણ સાથેનું પાંજં ગોઠવ્યું હતું. વન વિભાગની આ વ્યૂહરચના સફળ રહી હતી અને પાંજં મૂકયાના પહેલા જ દિવસે દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ જામવાળા રેન્જના છારા રાઉન્ડના ફોરેસ્ટર એમ.બી. સોલંકી તથા ભીમાણી ભાઈ અને રાઉન્ડ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગની ટીમે દીપડાનું પ્રાથમિક નિરીક્ષણ કરી તેને સુરક્ષિત રીતે જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી