બિહારના શિક્ષણ મંત્રીના વિવાદિત નિવેદન પર ભડક્યા વિજય રૂપાણી કહ્યું 'આવા મંત્રીએ રાજીનામું લેવું જોઈએ'

  • January 12, 2023 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના શિક્ષણ મંત્રી પ્રોફેસર ચંદ્રશેખરે પટનામાં શ્રી રામચરિતમાનસ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બુધવારે પટનામાં નિવેદન આપતી વખતે શિક્ષણ મંત્રીએ શ્રી રામચરિતમાનસને નફરત ફેલાવનાર પુસ્તક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે એક યુગમાં મનુસ્મૃતિ, બીજા યુગમાં રામચરિત્ર માનસ અને ત્રીજા યુગમાં ગુરુ ગોલવલકરના બંચ ઓફ થોટ નફરત ફેલાવતા પુસ્તકો હતા. તેમણે દાવો કર્યો કે રામચરિત્ર માનસમાં એક ભાગ લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નીચી જાતિના લોકોને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી અને તેઓ શિક્ષણ મેળવ્યા પછી ઝેરી બની જાય છે. હવે આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  કહ્યું કે, બિહારના શિક્ષણ મંત્રી આવું બોલીને  નફરત ફેલાવી રહ્યા છે. આવા શિક્ષણમંત્રીને મુખ્યમંત્રીને પદ પરથી દૂર કરવા જોઈએ. 


શું છે સમગ્ર ઘટના

નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે રામચરિતમાનસને સમાજને વિભાજન કરનાર પુસ્તક ગણાવ્યું હતું. પ્રોફેસર ચંદ્રશેખરે કહ્યું કે રામચરિતમાનસ પુસ્તક સમાજમાં નફરત ફેલાવતું પુસ્તક છે. તે સમાજના પછાત, મહિલાઓ અને દલિતોને શિક્ષણ મેળવતા અટકાવે છે. આ તેમને સમાન અધિકારો આપવામાં અટકાવે છે. આરજેડી ક્વોટામાંથી બિહારમાં નીતીશ કુમારની ગઠબંધન સરકારમાં શિક્ષણ મંત્રી બનેલા ચંદ્રશેખરે કહ્યું કે રામચરિતમાનસ પહેલા મનુસ્મૃતિએ પણ સમાજમાં નફરતના જ બીજ વાવ્યા હતા.


​​​​​​​વિજય વિજય રૂપાણી આ મામલે પોતાન પ્રતિક્રિયા 

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરના વિવાદિત બયાન પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે બિહારના શિક્ષણ મંત્રી આવું બોલીને નફરત ફેલાવી રહ્યા અને આવા શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવી દેવા જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application