વિદ્યા બાલનઃ ડર્ટી પિક્ચર, 44 વર્ષની વયે કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ

  • March 09, 2023 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • મોટા ભાગે સાડીમાં દેખાતી વિદ્યાએ માત્ર અખબારથી ઢાંક્યું શરીર
  • સોશિયલ મીડિયા પર કહાનીની એક્ટ્રેસની ચર્ચા અને યુઝર્સે કરી ટીકા



ડર્ટી પિક્ચર જેવી ફિલ્મો છતાં બોલીવૂડમાં એક સન્માનીય એક્ટ્રેસ તરીકે જાણીતી વિદ્યા બાલને હવે 44 વર્ષે બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે. તેણે આધેડ વયે ટોપલેસ તસવીર પડાવી ફેન્સને ચોંકાવી દીધા.

વિદ્યા બલન ફિલ્મોમાં બિન્દાસ રોલ નિભાવીને એક્ટિંગની અમીટ છાપ છોડનારી વિદ્યા બાલન હંમેશા સાડીમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા એકાઉન્ચ પર પણ તેણી મોટાભાગનાં ફોટો સાડીમાં જ શેર કરે છે. પરંતુ, વિદ્યાએ હવે સાડી છોડીને એક એવું ફોટોશૂટ કરાવ્યું છે. જેના કારણે તેણી ચર્ચામાં આવી છે. વિદ્યા બાલનની ટૉપલેસ તસવીરે લોકોના હોશ ઉડાડી દીધા છે.

44 વર્ષીય વિદ્યા બાલને ડબ્બુ રત્નાનીના એન્યુઅલ સેલિબ્રિટી ફોટોશૂટ માટે સાડી મુકી દીધી. સામાન્ય રીતે વિદ્યાની ઇમેજ ગર્લ નેક્સ્ટ ડોર વાળી છે. સિમ્પલ રહેતી એક્ટ્રેસે બિન્દાસ અંદાજમાં ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હોબાળો કરી દીધો છે. અમુક લોકો તેના આ લુકના પણ વખાણ કરી રહ્યા છે તો અમુકને વિદ્યાની આ સ્ટાઇલ હઝમ નથી થઈ રહી.

 ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ વિદ્યા બાલનનું ફોટોશૂટ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ ફોટામાં વિદ્યા અખબાર પકડીને કપડાં વગર પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રી કોફી ટેબલ પર માત્ર અખબારથી પોતાનું શરીર ઢાંકતી જોવા મળે છે. હાથમાં કપ સાથે ગોગલ્સ પહેરેલી અને હીલવાળા સેન્ડલ પહેરેલી વિદ્યાની આ તસવીર જોઈ ફેન્સ ચોંકી ગયા છે.

વિદ્યા બાલનનો આ ફોટો જોઈને કેટલાક લોકો કોમેન્ટ સેક્શનમાં વખાણ કરી રહ્યા છે તો કેટલાક મજાકમાં કહી રહ્યા છે કે 'અભિનેત્રી તેના કપડાં પહેરવાનું ભૂલી ગઈ છે'. ઘણા ટ્રોલર્સે વિદ્યાની ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર'ને પણ આ ફોટો સાથે જોડી દીધી છે. આ ફિલ્મ સાઉથની જાણીતી અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર બની હતી. આ ફિલ્મમાં સિલ્કની ભૂમિકા ભજવીને વિદ્યા ઘણી ચર્ચામાં આવી હતી.

ડબ્બુ રત્નાનીએ શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, હ્રિતિક રોશન, કરીના કપૂરના ફોટોશૂટ પણ કરાવ્યા છે. શહેનાઝ ગિલ જેવી ન્યૂકમર પણ તેનો એક ભાગ રહી છે. પરંતુ વિદ્યાનું ફોટોશૂટ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યુ છે.

વિદ્યા બાલન પરિણિતા, ઈશ્કિયા, નો વન કિલ્ડ જેસિકા, ભુલ ભુલૈયા, લગે રહો મુન્નાભાઈ, શેરની, બેગમ જાન જેવી ઘણી ફિલ્મો માટે જાણીતી છે. વિદ્યા ટુંકમાં 'નીયત' ફિલ્મમાં પણ જોવા મળશે. આ સિવાય તે ઘણાં પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application