વિદ્યા બાલને અપીલ કરવી પડી, મને ફોલો ન કરશો

  • January 20, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઈ  યૂઝર વિદ્યાના નામ પર એક ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતો હોવાનું ખુલ્યું


વિદ્યા બાલન બોલિવુડની ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલી રહી છે. વિદ્યા બાલન ફેક ઈન્સ્ટાગ્રામ આઈડીનો શિકાર બની ગઈ છે.આથી અભિનેત્રીએ એકાઉન્ટ બ્લોક કરવા ફેન્સને અપીલ કરી છે.  વિદ્યા બાલને પોતાની શાનદાર એક્ટિંગ અને અદાથી દર્શકોનું દિલ જીતી લીધું છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલી રહી છે. વિદ્યા બાલન ફેક ઈન્સ્ટાગ્રામ આઈડીનો શિકાર બની ગઈ છે. 


વિદ્યા બાલનના નામે ફેક એકાઉન્ટ

ફેન્સ તેમના ફેવરિટા સ્ટાર્સના નામ પર ઈન્સ્ટાગ્રામ પર ફેન પેજ એકાઉન્ટ બનાવતા હોય છે. એક સોશિયલ મીડિયા યૂઝર વિદ્યા બાલનના નામ પર એક ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવી રહ્યો છે. વિદ્યા બાલને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ અંગે જાણકારી આપી છે કે, ‘તમામ લોકોને મારા નમસ્તે... પહેલા ફોન નંબર અને મારા નામ પર એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. આ એકાઉન્ટ પર મારા નામે લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.’


ફેન્સને એકાઉન્ટ બ્લોક કરવાની અપીલ

વિદ્યા બાલને જણાવ્યું છે કે, ‘મેં અને મારી ટીમે આ બાબતે રિપોર્ટ કરી દીધો છે. તમે પણ આ એકાઉન્ટને રિપોર્ટ અને બ્લોક કરી દો. જે આપણા માટે સારું રહેશે.’ વિદ્યા બાલને આ પોસ્ટમાં ફેક એકાઉન્ટને બ્લોક અને રિપોર્ટ કરવાની અપીલ કરી છે. આ ફેક યૂઝર વિદ્યા બાલનના નામ પર લોકો સાથે વાત કરી રહ્યો છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે તથા અનેક કોમેડી રીલ્સ શેર કરે છે. ફેન્સને તેમની રીલ્સ ખૂબ જ પસંદ આવે છે. 


વિદ્યા બાલન આ ફિલ્મમાં જોવા મળશે

વિદ્યા બાલન ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’માં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઈલિયાના ડિક્રુઝ પણ જોવા મળશે. આ ફિલ્મ 29 માર્ચના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application