Video: શાહરુખ ખાનની 'સ્વદેશ'ફિલ્મની કો-સ્ટાર ગાયત્રી જોશીની કારને ઇટલીમાં નડ્યો અકસ્માત, બેના મોત

  • October 04, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન સાથે ફિલ્મ સ્વદેશથી બોલીવૂડમાં ડેબ્યૂ કરનાર ગાયત્રી જોશીને ઇટાલીમાં અકસ્માત નડ્યો છે. ગાયત્રી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે ઇટાલીમાં વેકેશન પર ગઈ હતી. આ દરમિયાન તેની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ અકસ્માતમાં ગાયત્રી અને વિકાસનો આબાદ બચાવ થયો છે પરંતુ બીજી કારમાં હાજર સ્વિસ કપલનું મોત થયું હતું.



પ્રાપ્ત માહિતી મુજબ ગાયત્રીની કારનો અકસ્માત ઇટાલીના સાર્ડિનિયાના એક વિસ્તારમાં થયો હતો. બંને કાર એક મિની ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી હતી. ઓવરટેક કરતા સમયે બંને કારની ટક્કર થઇ હતી. મિની ટ્રક રોડ પર પલટી ગઈ અને બીજી કારમાં આગ લાગી ગઈ જેમાં સવાર કપલના મોત થયા હતા. મૃતકોની ઓળખ મેલિસા ક્રોટલી અને માર્કસ ક્રોટલી તરીકે કરવામાં આવી છે.



ગાયત્રીએ એક ન્યુઝ વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'અમારી કારનો ઇટાલીમાં અકસ્માત થયો છે. ભગવાનની કૃપાથી હું અને વિકાસ બિલકુલ ઠીક છીએ.' વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક કાર તે મિની ટ્રકને ઓવરટેક કરી રહી છે. ત્યારે જ કાર અને ટ્રક વચ્ચે ટક્કર થાય છે. જે બાદ કાર અને ટ્રક બંને પલટી ગયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application