Video : "મકાન ખાલી કરી રમેશ રાણાને આપી દેજે નહીંતર જાનથી મારી નાખશું" કહીને રાજકોટમાં યુવક પર સરાજાહેર છરી વડે હુમલો...

  • September 15, 2023 11:57 AM 

રાજકોટ શહેરમાં આંબેડકરનગરમાં મકાન પચાવી પાડવા યુવક પર કુખ્યાત રમેશ રાણા દ્વારા હુમલો કરાયાનો બનાવ સામે આવ્યો હતો. યુવક પર સરાજાહેર જીવલેણ હુમલો કરાતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

બનાવની વિગત અનુસાર, રાજકોટ શહેરમાં ગઈકાલે બપોરે 2.30 વાગ્યે વસંત ભોજાણી નામનો યુવક કાર લઈને જતો હતો તે દરમિયાન જ નાના મોવા પાસે ભીમ નગર ચોક ખાતે આરોપી લાલુ ઉર્ફે પ્રકાશ મૈયડ, સાગર ગોહેલ, કૌશિક કટારીયા મોટરસાઇકલ લઇને ત્યાં પહોંચ્યા અને કાર આડી મોટરસાઇકલ ઊભી રાખી યુવક સાથે ઝગડો કર્યો હતી. બોલાચાલી બાદ ગાળો આપી યુવકને ઢિકા પાટુનો માર પણ મારવામાં આવ્યો હતો. તેમજ લાલુ નામના શખ્સે છરીનો એક ઘા જમણા ગાલ પર માર્યો હતો અને ધમકી આપી હતી કે, "મકાન ખાલી કરી રમેશ રાણાને આપી દેજે નહીંતર જાનથી મારી નાખશું". હાલ યુવક દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ત્રણ શખ્સો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application