તૃપ્તિ સાથે રોમેન્ટિક તસવીર શેર કરવા બદલ વિકી કૌશલ થયો ટ્રોલ

  • July 08, 2024 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'બેડ ન્યૂઝ' 19 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં તેની સાથે એમી વિર્ક પણ જોવા મળશે. ફિલ્મનું એક ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જે કરણ ઔજલાએ ગાયું છે. આ ગીતનું નામ છે ‘તૌબા-તૌબા’. જેને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. વિકી કૌશલ અને કરણ ઔજલાની જોડીએ લોકોને ડાન્સ કરવા પર મજબૂર કરી દીધા હતા. આ દરમિયાન તૃપ્તિ ડિમરીએ વિકી કૌશલ સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. જેને જોઈને લોકો વિકી કૌશલને કોમેન્ટ કરવા લાગ્યા છે.





તૃપ્તિ ડિમરી દ્વારા શેર કરવામાં આવેલ ફોટો બેડ ન્યૂઝના બીજા ગીતનો છે. આને શેર કરતા તૃપ્તિએ કેપ્શનમાં આ માહિતી આપી છે કે ફિલ્મનું બીજું ગીત 9 જુલાઈએ રિલીઝ થશે. ગીતનું નામ હેશટેગ સાથે 'જાનમ' લખવામાં આવ્યું છે. આ ફોટોમાં તૃપ્તિ અને વિકી પાણીમાં ઉભા જોવા મળે છે. બંનેના આ ફોટો પર લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે વિક્કીને કહ્યું,  વિકી,કેટરિના કૈફ તને શોધી રહી છે.


વિકી અને તૃપ્તિના વર્ક વિશે વાત કરીએ તો વિકી હાલમાં 'છાવા' પર કામ કરી રહ્યો છે. જેમાં તે છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ સાથે વિકી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. બેડ ન્યુઝ ફિલ્મ પછી તૃપ્તિ ડિમરી અને કાર્તિક આર્યન સાથે 'ભૂલ ભૂલૈયા 3'માં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application