બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રની તબિયત સારી નથી. જેથી તેમના ચાહકો ને ચિંતા થાય તે સ્વાભાવિક છે. બે અઠવાડિયાથી તેની તબિયત સારી નહોતી. લગ્નમાં ડાન્સ કરતી વખતે તે પડી ગયા અને ઈજાગ્રસ્ત થયા હતા.એક અહેવાલ મુજબ ધર્મેન્દ્રને તાજેતરમાં ઈજા થઈ હતી. થોડા સમય પહેલા તે એક ફેમિલી ફંક્શનમાં ગયા હતા, જ્યાં તે ડાન્સ કરતી વખતે પડી ગયા હતા. જેના કારણે તેને કમર અને પગમાં ઈજા થઈ હતી. હાલમાં અભિનેતા ઠીક છે. જો કે ઈજાના કારણે તે ચોક્કસપણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
ગયા શુક્રવારે ધર્મેન્દ્ર વિશે સમાચાર આવ્યા હતા કે તેમની તબિયત સારી નથી. તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. જ્યાં કેપ્શનમાં તેણે લખ્યું કે, 'અડધી રાત થઈ ગઈ છે, મને ઊંઘ નથી આવતી. ભૂખ લાગે છે. માખણ સાથે વાસી બ્રેડનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તસવીરમાં તે કાળા કપડામાં જોવા મળ્યા હતા. તેમના એક્સપ્રેશન એવા હતા કે તેમને જોઈને ચાહકો ચિંતિત થઈ ગયા. થોડી જ વારમાં તે તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને ચાહકો ચિંતિત થઈ ગયા. બધાને એક જ સવાલ હતો કે તમને શું થયું છે?
સૂત્રોએ જણાવ્યું કે, 'ધર્મેન્દ્રની છેલ્લા બે સપ્તાહથી તબિયત સારી નથી. તે તસવીરમાં પણ આ જ વસ્તુ જોવા મળી હતી. સૂત્રોએ ધર્મેન્દ્રની તબિયત વિશે જણાવ્યું કે, 'થોડા દિવસો પહેલા તેઓ પરિવાર સાથે એક ફંક્શન માટે ઉદયપુર ગયા હતા. જ્યાં સની દેઓલ અને બોબી દેઓલ પણ ગયા હતા. પાર્ટીમાં ડાન્સ કરતી વખતે તે ઘાયલ થયા હતા. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પડી હતી. જેના કારણે તેની કમર અને પગમાં પણ ઈજા થઈ હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધર્મેન્દ્ર હવે સ્વસ્થ છે. તેની ઈજા પણ રૂઝાઈ રહી છે. તે જાણીતું છે કે 88 વર્ષીય ધર્મેન્દ્ર તાજેતરમાં શાહિદ કપૂર અને કૃતિ સેનનની 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'માં જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech