આજકાલ દરેક ઘરમાં ચીઝનો ઉપયોગ વધી રહ્યો છે. પછી ભલે તે પિઝા હોય, પાસ્તા હોય, સેન્ડવીચ હોય કે કોઈ પણ ફ્યુઝન વાનગી. ચીઝ ફક્ત બાળકોને જ નહીં પણ વડીલોને પણ ભાવતી વસ્તુ છે. બજારમાં અનેક પ્રકારની ચીઝ પણ ઉપલબ્ધ છે. જેમ કે મોઝેરેલા ચીઝ, ચેડર ચીઝ, સ્લાઈસ્ડ ચીઝ વગેરે. એટલા માટે જ્યારે આપણે સુપરમાર્કેટમાં ચીઝ ખરીદવા જઈએ છીએ, ત્યારે ઘણી વાર મૂંઝવણમાં પડી જઈએ છીએ કે મોઝેરેલા ચીઝ ખરીદવું કે ચેડર?
બંને વસ્તુઓ સ્વાદિષ્ટ છે પરંતુ તેનો સ્વાદ, ટેક્સચર, તેને તૈયારી કરવાની પદ્ધતિ અને હેલ્થ વેલ્યુ તદ્દન અલગ છે. જાણો મોઝેરેલા અને ચેડર ચીઝ વચ્ચે શું તફાવત છે અને કયું ચીઝ તમે બનાવેલી વાનગી કે ડાયટ માટે વધુ યોગ્ય છે.
1. મોઝેરેલા ચીઝ
મોઝેરેલા ચીઝ સફેદ રંગનું હોય છે અને તેમાં નરમ અને તે સ્ટ્રેચી હોય છે. તે પરંપરાગત રીતે ભેંસના દૂધમાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે પિઝા, પાસ્તા, લઝાનિયા અને ચીઝ બોલમાં થાય છે.
ફાયદા- આ ચીઝ ફ્રેશ હોય છે અને ભેંસના દૂધમાંથી બનાવવામાં આવે છે, તેથી તેમાં ફેટ ઓછુ હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે સરળતાથી પચી જાય છે.
2. ચેડર ચીઝ
ચેડર ચીઝ પીળા કે આછા નારંગી રંગનું હોય છે અને તેનો સ્વાદ થોડો ખારો હોય છે. તે ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે બર્ગર, ગ્રીલ્ડ સેન્ડવીચ, મેકરોની ચીઝ અને નાસ્તામાં થાય છે.
ફાયદા- ચેડર ચીઝ પ્રોટીન અને વિટામિન Aનો સારો સ્ત્રોત છે. ઉપરાંત, આ વસ્તુ કેલ્શિયમ અને ઝીંકથી ભરપૂર છે, જેના કારણે તે હાડકાં માટે પણ ફાયદાકારક છે.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કયું સારું છે?
મોઝેરેલા ચીઝમાં ફેટ ઓછુ અને કેલરી ઓછી હોય છે, તેથી તે વજન ઘટાડવા માંગતા લોકો માટે સારું માનવામાં આવે છે. બીજી બાજુ, ચેડર ચીઝ સ્વાદમાં સમૃદ્ધ હોય છે પરંતુ તેમાં ચરબી અને સોડિયમ વધુ હોય છે, તેથી તેને મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવકવેરા વિભાગના નવા ડીજી તરીકે દિલ્હીના સુનિલકુમાર સિંહને સોંપાયો ચાર્જ
April 17, 2025 02:56 PMસોરઠમાં આવેલી ઐતિહાસિક ઇમારતો સાબિતી છે શાસકોની દુરંદેશીની
April 17, 2025 02:56 PMપોરબંદર શહેરની સુંદરતા વધારતા બાગબગીચામાં યોજાઇ સફાઇ ઝુંબેશ
April 17, 2025 02:54 PMસંયુક્ત રાષ્ટ્રમાં પણ યુસીસી લાગુ કરાવશે ભારત, ત્રણ દેશોનો સાથ
April 17, 2025 02:53 PMસિટી બસકાંડ મામલે કોટેચા ચોકમાં બસો રોકી ચક્કાજામ
April 17, 2025 02:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech