નવી કલેકટર કચેરીમાં થોડા સમય પહેલા બ્યુટીફિકેશનના નામે બિલ્ડિંગમાં પ્રવેશવાના રસ્તે બંને તરફ દિવાલ પર વર્ટિકલ ગાર્ડન રુ. 4.60 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આજે રજાના દિવસે તે તોડી પાડવામાં આવ્યો છે.
બ્યુટીફિકેશન માટે અને ઉનાળાની ગરમીમાં ઠંડક રહે તે માટે આ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. પરંતુ જે તે સમયે જ તેનું લોકેશન ખોટું નક્કી કરાયું હતું. સૂર્યનો તડકો જ્યાં સીધો પડતો હોય ત્યાં કદી વર્ટિકલ ગાર્ડન ન બનાવાય પરંતુ આમ છતાં કલેક્ટર કચેરીમાં તે બનાવાયો હતો અને નિયમિત રીતે સાર સંભાળના અભાવે તે સુકાઈ ગયો હતો. સૂર્યના કિરણો સીધા પડે ત્યાં વર્ટિકલ ગાર્ડન બનાવ્યો હોવાથી ઠંડકમાં કોઈ રાહત મળી ન હતી અને ઊલટાનું સાર સંભાળ ન રાખવાના કારણે બ્યુટીફિકેશનના બદલે ખરાબ લાગતું હતું.
વર્ટિકલ ગાર્ડનની લોખંડની એંગલ અને તેમાં રાખવામાં આવેલી માટી ભરવા માટે છકડો રીક્ષા -ટ્રેક્ટર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારથી જ મજૂરો આ ગાર્ડન તોડી પાડવાના કામે લાગી ગયા હતા અને ગણતરીના કલાકોમાં જ કામ પૂરું કરી દેવાયું હતું.
કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ગાર્ડન કાઢી નાખ્યા બાદ પણ ત્યાં હજુ તેની નિશાનીઓ યથાવત છે અને હવે તે દૂર કરવામાં આવશે.
આજે રજાનો દિવસ હોવાથી રૂટિન કામકાજમાં અસર ન થાય તે માટે કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્રમાં 288 બેઠકોની મતગણતરી શરૂ, રહેશે મહાયુતિનું વર્ચસ્વ કે મહાવિકાસ આઘાડી બાજી મારશે?
November 23, 2024 09:04 AMધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech