લાઈન ફીશીંગ, લાઈટ ફીશીંગ તેમજ પેરા ફીશીંગ ઉપર પ્રતિબંધ મુકવા બાબતે સમગ્ર ગુજરાતનાં માચ્છીમાર આગેવાનો કેન્દ્રીય ફીશરીઝ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી આ પ્રકારની ફીશીંગ પધ્ધતિનાં કારણે માચ્છીમારોને ઇ રહેલી નુકશાન અંગે મંત્રીને વાકેફ કરવામાં આવેલ હતા. આ પ્રશ્નને સરકાર ગંભીરતાી લઇ ટુંક સમયમાં જ યોગ્ય ઘટતી કાર્યવાહી કરવામાં આવનાર હોવાની મંત્રી દ્વારા હૈયાધારણ આપવામાં આવેલ હતી.
વેરાવળ ખારવા સંયુકત માચ્છીમાર બોટ એશો.નાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવેલ કે, લાઈન ફીશીંગ, લાઈટ ફીશીંગ તેમજ પેરા ફીશીંગ ઉપર પ્રતિબંધ મુકવા બાબતે તા આવી પ્રવૃતિઓને તાત્કાલિક બંધ કરાવવા અંગે સમગ્ર ગુજરાતનાં માચ્છીમાર આગેવાનોની એક મીટીંગ માંગરોળ બંદરે તાજેતરમાં મળેલ જેમાં માછીમાર અગ્રણી વેલજીભાઈ મસાણીની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ રાજકોટ ખાતે કેન્દ્રીય ફીશરીઝ મીનીસ્ટર પરસોતમભાઈ રૂપાલાને રૂબરૂ મુલાકાત કરીને લાઈન ફીશીંગ, લાઈટ ફીશીંગ તેમજ પેરા ફીશીંગની પ્રવૃત્તિ રોકવા બાબતે રજૂઆતો કરેલ હતી.
આ પ્રકારની ફીશીંગ પધ્ધતિનાં કારણે માચ્છીમાર સમાજને કેટલુ નુકશાન ઈ રહયુ છે તેનાંી પણ મંત્રીને વાકેફ કરવામાં આવતા આ બાબતને કેન્દ્ર સરકાર અત્યંત ગંભીરતાી લઇ રહી છે અને ટુંક સમયમાં જ કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય ઘટતી કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપવામાં આવેલ હતી. આ પ્રતિનિધિ મંડળમાં વેલજીભાઈ મસાણી, તુલસીભાઈ ગોહેલ, મોહનભાઈ ભારાવાલા, પોરબંદરનાં મુકેશભાઈ પાંજરી, જાફરાબાદનાં કનૈયાલાલ સોલંકી, માંગરોળના ખીમજીભાઈ પરમાર, દામોદરભાઈ ચામુડિયા, ચોરવાડનાં બાબુભાઈ ચોરવાડી સહીતના ઉપસ્તિ રહેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કરાયુ રથનું સ્વાગત
May 13, 2025 11:41 AMસતત બીજા દિવસે વાદળીયા વાતાવરણ વચ્ચે ૫૦ કિ. મી. ની ઝડપે પવન ફુંકાયો
May 13, 2025 11:40 AMજામનગરમાં કાટ-છાપનો જુગાર રમતી ત્રિપુટી ઝબ્બે
May 13, 2025 11:38 AMલાલપુરમાં ઇંગ્લીશ દારુની બોટલો સાથે બે શખ્સ ઝબ્બે
May 13, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech