વેરાવળ મહાજન દ્વારા કલોલના ધારાસભ્યની પૂ.જલારામબાપા સામે અવિવેકી ટીખળનો વિરોધ

  • February 10, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલોલના ધારાસભ્ય ફતેસિંહ વખતસિંહ ચૌહાણ દ્વારા લોહાણા  સમાજના પૂજનીય સંત જલારામ બાપા વિશે ટીપ્પણી કરતા સમગ્ર રઘુવંશી લોહાણા સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. જેી ધારાસભ્ય સામે સખ્ત પગલા લઈ ફોજદારી ફરીયાદ દાખલ કરવા અંગે વેરાવળ સોમના લોહાણા સમાજે રોષભેર આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે. 
​​​​​​​
વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, સોમના પ્રમુખ લાલભાઈ અટારાની આગેવાનીમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓએ એકત્ર ઈ પ્રાંત અધિકારીને રોષભેર આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં જણાવેલ કે, પુજ્ય સંત જલારામ બાપા એ રઘુવંશી લોહાણા સમાજના ભગવાન હોવાી સમગ્ર રઘુવંશી સમાજ ખુબ જ લાગણી પુર્વક માને છે. લોહાણા ઉપરાંત અન્ય ઈતર સમાજો પણ જલારામ બાપામાં અનેરી આસ ધરાવી ભગવાન માની પૂજા અર્ચના કરે છે. ત્યારે ધારાસભ્ય ફતેસિંહએ પૂ.જલારામ બાપા વિષે અવિચારી અને અવિવેકી શબ્દો વાપરી બફાટ કરતા લોહાણા રઘુવંશી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. ત્યારે આ નિવેદનને વેરાવળ લોહાણા મહાજન સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આવું નિવેદન કરનાર ધારાસભ્ય સામે  ધોરણસરની દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર લોહાણા રઘુવંશી સમાજની માંગણી છે. આ બાબતે વિધાનસભાના અધ્યક્ષને જાણ કરી ધારાસભ્ય સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.
આ કાર્યક્રમમાં બીપીનભાઈ અઢિયા, અશોકભાઈ ગદા, નગરસેવક નિલેશભાઈ વિઠલાણી, જલારામ બાપા ના અન્નિય ભક્ત દિનેશભાઈ રાયઠ્ઠઠા, જલારામ મંદિરના પ્રમુખ ભદ્રેશભાઈ દાવડા, સંદીપભાઈ રાયઠ્ઠઠા ,રાકેશભાઈ દેવાણી, પ્રકાશભાઈ તન્ના, ધીરુભાઈ ચંદે, વેપારી મંડળના મુકેશભાઈ ચોલેરા, અનિષ રાચ્છ સહિતના અનેક આગેવાનો ઉપસ્તિ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application