ઉપલેટાનાં વેણુ- 2 ડેમનાં 8 દરવાજા 4 ફૂટ ખોલાયા, હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના

  • July 19, 2023 08:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ઉપલેટાનાં વેણુ- 2 ડેમનાં 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે જ હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના પણ આપી દેવામાં આવી છે.


રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો સિંચાઈ યોજના નંબર ૧૫૩ વેણુ - ૨ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી હોવાથી ડેમનાં ૮ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલ ૩૪૪૪ ક્યુસેક પ્રવાહની આવક છે. હાલમાં ડેમમાં ૨૦૭૦૪ ક્યુસેક આવકની સામે ૨૦૭૦૪ ક્યુસેક પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા ગામોના લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application