રાજકોટ શહેરમાં વ્યકિત દીઠ એક વૃક્ષ નથી પરંતુ વ્યકિત દીઠ એક વાહન જર છે તેમ કહેવામાં અતિશયોકિત નથી. શહેરમાં જેમ જન સંખ્યા વધી રહી છે તેમ વાહનની સંખ્યા પણ વધી રહી છે. દરમિયાન ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૦૨૪માં રાજકોટ શહેરની ઓટો માર્કેટમાં ધૂમ તેજી જોવા મળતા કુલ .૧૩૪૫ કરોડની કિંમતના ૪૬,૮૧૦ વાહનોનું વેંચાણ થતા મહાનગરપાલિકાને વાહન વેરા પેટે ટાર્ગેટ પ્લસ .૨૯ કરોડની માતબર આવક થઇ છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ટેકસ ઓફિસર નિરજભાઇ વ્યાસએ જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૦૨૪માં કુલ ૮૭૧૦ કાર અને ૩૪,૩૪૩ ટુ–વ્હિલર સહિત કુલ ૪૬૮૧૦ વાહનનું વેંચાણ થયું છે જેની કુલ કિંમત ૧૩૪૫ કરોડ ૨૭ લાખ ૭૬૪૮ છે. તેમણે ઉમેયુ હતું કે ગત વર્ષ ૨૦૨૨–૨૦૨૩ની તુલનાએ .૨૦૦ કરોડની કિંમતના ૪૭૯૧ વાહનો વધુ વેંચાયા છે. ગત વર્ષે કુલ .૧૧૦૩ કરોડની કિંમતના ૪૨૦૧૯ વાહનોનું વેંચાણ થયું હતું. મહાનગરપાલિકાના વાહન વેરાના દર ગત વર્ષ મુજબ જ યથાવત છે પરંતુ વાહનની ખરીદીનું પ્રમાણ અને વાહનની કિંમત બન્નેમાં વધારો થતાં ચાલુ વર્ષમાં આજે તા.૨૬–૩–૨૦૨૪ની બપોરની સ્થિતિએ ૧૩૪૫ કરોડના વાહનોનું વેંચાણ નોંધાયુ છે, માર્ચ અન્ડના આગામી પાંચ દિવસમાં વાહન વેંચાણમાં હજુ વધુ ઉછાળો આવશે. ચાલુ વર્ષમાં વાહન વેરાની આવકનો ટાર્ગેટ .૨૮ કરોડ હતો જેની સામે આજ દિવસ સુધીમાં ૨૯.૫૬ કરોડની વાહન વેરા વસુલાત થઇ ચુકી છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના એડ્રેસ ઉપર રજિસ્ટ્રેશન થયું હોય તેવા વાહનો ઉપર મહાનગરપાલિકા દ્રારા વાહન વેરો વસુલવામાં આવતો હોય છે આથી ઉપરોકત વાહનો રાજકોટવાસીઓએ ખરીધા હોય તે જ છે, સૌરાષ્ટ્ર્ર કચ્છના અન્ય નાગરિકોએ રાજકોટ શહેરમાંથી કરેલી વાહનખરીદી ઉપરોકતમાં સમાવિષ્ટ્ર નથી, જો તેની ગણતરી પણ કરાય તો વાહનની સંખ્યા અને રકમ હજુ પણ વધી શકે
કુલ વાહન વેચાણની સંખ્યા–૪૬,૮૧૦
વેરો રિફડં અપાયેલા વાહનની સંખ્યા–૦૦
નેટ વાહન વેચાણ ૪૬,૮૧૦
વાહન વેરાની આવકનો લયાંક ૨૮ કરોડ
વાહન વેરાની કુલ આવક ૨૯.૫૬ કરોડ
વાહન વેચાણની કુલ કિંમત ૧૩૪૫ કરોડ
કયા પ્રકારના વાહનનું કેટલું વેચાણ
ટુ વહીલર પેટ્રોલ ૩૪૩૩૪
થ્રી વહીલર સીએનજી ૨૫૩૩
થ્રી વહીલર ડીઝલ ૧૫૮
ફોર વહીલર એલસીવી સીએનજી ૧૩૪
ફોર વહીલર એલસીવી ડીઝલ ૩૨૫
ફોર વહીલર એલસીવી પેટ્રોલ ૬૩
ફોર વહીલર કાર સીએનજી ૨૯૮૧
ફોર વહીલર કાર ડિઝલ ૧૦૪૯
ફોર વહીલર કાર પેટ્રોલ ૪૬૮૦
ફોર વહીલર એચસીવી સીએનજી ૬૧
ફોર વહીલર એચસીવી ડિઝલ ૩૮૧
સિકસ વહીલર એલસીવી સીએનજી ૦૩
સિકસ વહીલર એલસીવી ડીઝલ ૨૮
સિકસ વહીલર એચસીવી સીએનજી ૦૮
સિકસ વહીલર એચસીવી ડીઝલ ૨૮
સિકસ વહીલર એચસીવી ડિઝલ ૩૫
અન્ય એચસીવી ડીઝલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL ઓક્શનના બીજા દિવસે બોલરો પર થયો પૈસાનો વરસાદ,ભુવનેશ્વર કુમાર 10.75 કરોડમાં વેચાયો
November 25, 2024 05:49 PMલગ્ન સીઝનમાં સસ્તું સોનું ભાવમાં એક હજારનો કડાકો
November 25, 2024 03:37 PMલાઈટ હાઉસમાં જમાદારના પુત્ર સહિત ત્રિપુટીનો આતંક: સોડા બોટલના ઘા કર્યા
November 25, 2024 03:34 PMગુજરાતના ૧૨ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળો પર ૧૫ દિવસમાં ૭૧ લાખ સહેલાણીઓ આવ્યા
November 25, 2024 03:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech