જરૂરિયાતમંદ લોકોને કપડાં અને નાસ્તાનું વિતરણ : જોડિયા ગામમાં સ્વચ્છતા કરાઈ
સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ ગાંધીવાદી સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયામાં હંમેશા ગાંધી વિચારોને વરીને સત્ય પ્રેમ કરુણા સેવા સ્વાવલંબન સ્વચ્છતા વગેરે જેવા ગાંધીવિચારો સાથે રહી સતત આ વિચારોને અનુસરીને કાર્ય કરતા રહે છે.
શાળામાં અભ્યાસની સાથે સહ અભ્યાસક પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓ કરે છે,આ અનુસંધાને શાળામાં સ્કાઉટ ગાઈડ,એન એસ એસ, એસ પી સી, ઇકો કલબ વગેરે જેવી અનેક ઈતર પ્રવૃત્તિઓ માં સ્કાઉટ ગાઇડ પ્રવૃતિમાં ભલુકામ, ગાંઠો, ફસ્ટેઇડ,વિવિધ પાટા,સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત સ્વચ્છતા સહાય માટે હંમેશા તત્પર આ પ્રવૃત્તિ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ કાર્ય કરે છે. આ શાળામાં અને સંસ્થામાં એમ બે ટ્રૂપ ચાલે છે, જેમાં ગાઇડ કેપ્ટન તરીકે શાળાના વ્યાયામ શિક્ષક મમતાબેન જોશી ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ સંભાળી રહ્યા છે આ પ્રવૃત્તિને શાળાના આચાર્યા બહેન ક્રિષ્નાબા ચુડાસમા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા સતત પ્રોત્સાહન આપી દીકરીઓમાં સેવા, સત્કાર્ય,સ્વચ્છતા જેવા સદગુણો આવે તેવા હેતુથી વિદ્યાર્થીઓને આ કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે.
તા. 27/12/2024 ના રોજ સ્કાઉટ ગાઈડ પ્રવૃતિમાં જોડાયેલ વિદ્યાર્થિની બહેનો જોડિયા ગામ પર વિસ્તાર,ગંધિશેરી, કડીયાશેરી, ચોરાશેરી, વડેરાશેરી, કંદોઈ શેરી વગેરે વિસ્તારમાં ઘરે ઘરે જઈને જૂના કપડા એકત્ર કરી શાળામાં લાવી આ કપડાને સ્ત્રીને, પુરુષ અને બાળકોના અલગ કરી માપ પ્રમાણે ગોઠવણી કરી જરૂરિયાત મંદ લોકોને તેના રહેણાંક વિસ્તારમાં જઈ આપેલ હતા.
ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીનીઓ દ્વારા દર વર્ષે શિયાળા દરમિયાન આ પ્રવૃત્તિ કરવામાં આવે છે શિયાળાની ઋતુમાં આ પ્રવુતિથી તેઓના મુખ પર કપડા મળ્યાનો સંતોષ તેના ચહેરા પર જોઈ શકાય છે, આ જોઈ દીકરીઓ પણ પોતે કરેલ કાર્યનો સંતોષ વ્યક્ત કરે છે દરેક જોડિયાવાસી ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રૂપે વેપારીઓ અને ઓફિસના કર્મચારીઓ દ્વારા રોકડ રકમ પણ આપવામાં આવે છે જેમાંથી બાળકો માટે ઋતુ પ્રમાણે નો ભાગ જેવો કે ચીકી, લાડુ, અડદિયા, ચેવડો વગેરે પણ વિતરણ કરવામાં આવે છે.
વિશેષ આજ દિવસે દીકરીઓ એ જોડીયા બસ સ્ટેન્ડ થી જોડીયા બેન્ક વિસ્તાર સુધી રસ્તા સફાઈ નું કાર્ય પણ કરવામાં આવેલ દીકરીઓના આ કાર્યને બેદવતા મમતાબેન દ્વારા અંતે દીકરીઓને ઠંડુ પીવડાવવામાં આવેલ. દીકરીઓએ આ કાર્ય ખૂબ ખંતથી અને ખુશીથી કરી અને સફળ બનાવતા ટ્રસ્ટી શ્રી અને આચાર્ય બહેન દ્વારા આ કાર્યને બિરદાવી શુભેચ્છાઓ આપવામાં આવેલ.
આ તકે સંસ્થા પરિવાર દ્વારા અને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ જોડીયા ગ્રામજનો ઓફિસ કર્મચારી અને વેપારી મંડળનો આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરી દીકરીઓને આવી સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા સાત સહકાર આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech