પોરબંદરના ગોપનાથ મહાદેવ મંદિરે આદ્રા નક્ષત્ર નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે.
માગશર માસના આદ્રા નક્ષત્રમાં વિશેષ મહત્વ છે,જે નિમિત્તે શ્રી ગોપનાથ મહાદેવ મંદિરે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો,શિવાલય પર નુતન ધ્વજારોહણ મંદિરના પુર્વ પુજારી અને વિદ્વાન શાસ્ત્રી નટુભાઈ જોષી પરિવાર તરફથી કરવામાં આવ્યુ હતુ.
પુજારી અશોકભાઈ ભોગાયતા દ્વારા શિવ મહાપુજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ,આજે સાંજે ૪:૦૦ વાગ્યા સુધી વિદ્વાન શાસ્ત્રી ભીમભાઇ જોષી તરફથી અભિષેક અને ષોડશોપચાર પુજન વિધિ કરવામાં આવશે.
ત્યારબાદ પોરબંદર શહેર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના બહેનો પ્રમુખ પાયલબેન દવે અને તૃપ્તિબેન જોષી વગેરે સમુહ પુજન આરતીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં પોરબંદર-છાંયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબહેન તિવારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સાંજે સાયં આરતી સમયે મંદિરના ટ્રસ્ટી અશ્ર્વિનભાઈ દવે અને જગદીશભાઈ લોઢારી અને અજયભાઈ પરમાર અને યોગેન્દ્રસિંહ જેઠવા અન્ય શિવભક્તો તરફથી ૧૦૮ દિપમાળા પ્રગટાવવામાં આવશેઆ પવિત્ર દિવસે સૌ શિવભક્તોને ઉમંગભેર જોડાવવા આહવાન કરવામાં આવે છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના પુજારી અશોકભાઈ ભોગાયતા તથા બીપીનભાઈ વિષ્ણુગોરિયા તથા રમેશ વિષ્ણુ ગોરિયા જહેમત ઊઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech