‘છોટી કાશી’ જામનગરમાં વિશ્ર્વ પ્રસિધ્ધ ધર્મસ્થાન બાલા હનુમાન મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો

  • April 10, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નામ નિષ્ઠ સંત બ્રદ્મલીન સદગુ‚દેવ શ્રી પ્રેમભીક્ષ્ાુજી મહારાજની પપ મી પૂણ્યતિથિ ઉજવાશે: મંદિર ખાતે ગત તા.૦૩-૦૩-ર૦રપથી પ્રારંભ થયેલ વિશેષ્ા હરિનામ રામ નામ ધુનની તા. ૧૮ ના થશે પૂર્ણાહુતી: તા.૧૮ એપ્રિલના રોજ પ્રભાત ફેરી, ધ્વજારોહણ, નગર સંર્ક્તિન યાત્રા અને હજ્જારો ભાવિકો માટે મહાપ્રસાદનો કાર્યક્રમ : જામનગરના આંગણે ૧૧ વર્ષ્ા પછી ઉજવાશે દિવ્ય ધર્મોત્સવ...


‘છોટી કાશી’ તરીકે ઓળખ ધરાવતાં જામનગર શહેરના વિશ્ર્વ પ્રસિધ્ધ ધર્મસ્થાન બાલા હનુમાન મંદિર ખાતે સતત ૬૦ વર્ષ્ાની ચાલી રહેલી અખંડ રામધુનના પ્રેરણાદાતા નામ નિષ્ઠ સંત સદગુ‚દેવ પૂ. પ્રેમભિક્ષ્ાુજી મહારાજની પપ મી પૂણ્યતિથી જામનગરના બાલા હનુમાન મંદિર ખાતે આગામી તા.૧૮ એપ્રિલના રોજ શ્રધ્ધાભેર ઉજવવા આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના આંગણે આ દિવ્ય ઉત્સવનો લાભ ૧૧ વર્ષ્ા પછી મળી રહ્યો છે જેથી ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ધર્મોત્સવની ઉજવણી અંગે બાલા હનુમાન સંર્ક્તિન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલે એક યાદીમાં જણાવ્યું છે કે, ‘છોટી કાશી’ જામનગરમાં તળાવની પાળ પર બાલા હનુમાન મંદિર ખાતે ૬૦ વર્ષ્ા પહેલાં અખંડ રામ નામ જાપનો પ્રારંભ કરાવનારા પ. પૂ. પ્રેમભિક્ષ્ાુજી મહારાજની પૂણ્યતિથીની ઉજવણી પ્રતિ વર્ષ્ા ગુજરાત તથા બીહારમાં ચાલતા રામધુન યજ્ઞના પાવન સ્થળ પર કરવામાં આવે છે. આ વર્ષ્ો આ પૂણ્ય લાભ જામનગરને સાંપડયો છે.

આ અવસરની ઉજવણી અંતર્ગત બાલા હનુમાન મંદિર ખાતે ૬૦ વર્ષ્ાથી અવિરત ચાલી રહેલી અખંડ રામધુન સાથે ગત તા. ૩ માર્ચથી વિશેષ્ા હરિનામ રામનામ ધુન ચાલી રહી છે જેની પૂર્ણાહુતિ તા.૧૮ એપ્રિલના રોજ થશે.

આ ઉજવણીના અવસરે રાજયભરમાં તેમજ બીહારમાં કાર્યરત પ્રેમ પરિવારના હજ્જારો ભક્તો જામનગરના અતિથી બની પૂ.પ્રેમભિક્ષ્ાુજી મહારાજની પપ મી પૂણ્યતિથીના ઉત્સવમાં સહભાગી બનશે. પ્રેમ પરિવારના આ પ્રતિનિધિઓની બેઠક તા.૧૭-૦૪-ર૦રપ ના રાત્રે બાલા હનુમાન મંદિર ખાતે મળશે.

એ પછી મુખ્ય ઉજવણી તા.૧૮-૦૪-ર૦રપ ના શુક્રવારે થશે. જેમાં વ્હેલી સવારે પાંચ વાગ્યે બાલા હનુમાન મંદિર ખાતેથી વ્હેલી સવારે પાંચ વાગ્યે વિશાળ પ્રભાતફેરી શ‚ થશે. જે જુદા-જુદા વિસ્તારોમાં ભ્રમણ કરશે જયારે સવારે ૧૧-૦૦ વાગ્યે શ્રી બાલા હનુમાન મંદિર પર ધ્વજારોહણ થશે અને બપોરે હજ્જારો ભાવિકો માટે મહાપ્રસાદનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. જયારે સાંજે ચાર વાગ્યે બાલા હનુમાન મંદિર ખાતેથી ભવ્ય નગર સંર્ક્તિન યાત્રાનો પ્રારંભ થશે.

આ યાત્રા તળાવની પાળ પરથી હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક રોડ, ચાંદી બજાર, કેદાર લાલ સીટી ડિસ્પેન્સરી, સજુબા સ્કુલ, રણજીત રોડ, બેડી નાકા, પંચેશ્ર્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડથી હવાઈચોક થઈ તળાવની પાળ પર બાલા હનુમાન મંદિર ખાતે વિરામ પામશે.

ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત સ્થાન મેળવીને ધર્મનગરી ‘છોટી કાશી’ જામનગરનું નામ વૈશ્ર્વિક કક્ષ્ાાએ ગુંજતું કરનારા અખંડ રામધુન પ્રારંભ કરાવનારા પૂ.સદગુ‚ દેવ પ્રેમભિક્ષ્ાુજી મહારાજના અનુયાયીઓના પ્રેમ પરિવારના નેજા હેઠળ આ ધર્મોત્સવની ઉજવણીનો લાભ જામનગર ખાતે ૧૧ વર્ષ્ા પછી મળી રહ્યો હોવાથી બાલા હનુમાન સંર્ક્તિન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, સંસ્થાના મંત્રી વિનુભાઈ તન્ના, ખજાનચી રવિન્દ્રભાઈ જોષ્ાી તથા ટ્રસ્ટીઓ કનુભાઈ કોટક, કિરીટભાઈ ભદ્રા, ઉદયસિંહ વાઢેર અને પાર્થભાઈ પંડયા સાથે ભાવિક સ્વયંસેવકો આયોજન સફળ રહે તે માટે ઉત્સાહભેર તૈયારીઓ કરી રહ્યા છે.
જામનગરના આંગણે બાલા હનુમાન મંદિર ખાતે તા.૧૮-૦૪-ર૦રપ ના રોજ આ દિવ્ય-ભવ્ય ધર્મોત્સવમાં ભાવભેર જોડાઈને ધર્મલાભ લેવા સર્વે ભાવિકોને સંસ્થાના પ્રમુખ જીતુભાઈ લાલે અનુરોધ ર્ક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application