ભાવનગરમાં રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૨૪ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

  • August 30, 2024 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી દ્વારા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીનાં જન્મ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૨૪ અંતર્ગત ભાવનગર ખાતે બાસ્કેટબોલ, એથલેટીક્સ અને હોકી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. 
જિલ્લા રમતગમત અધિકારી  નરેશભાઈ ગોહિલ જેઓએ રમતવીરોને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદસિંહજીના જન્મદિવસ અંતર્ગત ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસ વિષે માહિતગાર કર્યા હતા. તેમજ રમત ક્ધવીનર  ઇન્દ્રવિજયસિંહ ગોહિલ,  હસમુખભાઈ ધામેલીયા,  વી.એમ.જાળેલા,  કે.વી.પંડ્યા,  વાસુદેવસિંહ જાડેજા સહિતના વ્યાયામ શિક્ષકો તથા તેમની ટીમ દ્વારા સ્પર્ધાઓને સફળ બનાવવા પ્રશંશનીય કામગીરી કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application