દૌડ, ખો-ખો, લાંબી કુદ, કબડ્ડી સહિતની સ્પર્ધામાં યુવાનો, યુવતિઓએ ભાગ લઇને રમતગમત પ્રત્યે દેખાડી રુચિ....
ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત જામનગર દ્વારા ક્લ્સ્ટર સ્તરીય સ્પોર્ટ કાર્યક્રમની જે.પી.એસ.સ્કુલ કાલાવડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાલાવડ તાલુકા તથા જામજોધપુર તાલુકાના 150 થી વધારે યુવાનો એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 76 વિધાનસભાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ખાસ ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. જે.પી.એસ.સ્કુલના પ્રિન્સીપાલ રમેશભાઈ દોંગા તેમજ શાળાના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી, ભાઈઓ માટે કબડ્ડી, 100 મીટર, 400 મીટર તેમજ બેહનો માટે ખોખો, 100 મીટર તથા લાંબી કુદનું આયોજન કરેલ હતું. વિજેતા ટીમ તથા ખેલાડીઓને હવે જિલ્લા સ્તરે જવાની તક મળશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન મેરા યુવા ભારત જામનગરના જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવેલ હતું તેમજ આયોજન ઉડાન યુથ ક્લબના પ્રમુખ નરોતમ વઘોરા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક જયદીપ અને ક્રિયા કાછડિયા દ્વારા કરવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech