માત્ર ૬ વર્ષની ઉંમરે આંખે પાટા બાંધી ૪૫ મિનિટ ૫ સેકન્ડની સ્કેટીંગ કરી નવો રેકોર્ડ સ્થાપિત કરેલ છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં વરદા વિરેન્દ્રભાઈ પરમારનો રેકોર્ડ થયો છે. ગાયત્રીબેન વિરેન્દ્રભાઈ પરમારની દિકરી વરદા વિરેન્દ્રભાઈ પરમારે આંખે પાટા બાંધી ૪૫ મિનિટ ૫ સેકન્ડની સ્કેટીંગ કરીને નવો રેકોર્ડ સ્થાપિત કરેલ છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં વરદાએ તેમની રમતગમત માટેની ચિને આગળ વધારીને ગોંડલ સ્ટેટ વખતના શિક્ષક શામજીભાઈ ભોવાનભાઈ ચૌહાણ (શામજી માસ્તર)નું અને ગોંડલનું તેમજ સમગ્ર પરમાર પરિવાર તેમજ ચૌહાણ પરિવારનું નામ રોશન કરી ગૌરવ અપાવેલ છે.
શામજીભાઈ ભોવાનભાઈ ચૌહાણ જે ગોંડલ સ્ટેટ વખતના એક શિક્ષક હતા જેણે સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં તેમની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે ક્રિકેટ મેચ રમતી વેળાએ શામજીભાઈ કસાયેલા હાથે બેટીંગ કરતા હતા તેઓએ એકવાર અનુકુળ દડો રમી લીધો અન જોરથી બેટ ફટકારતા દડો સીધો સંગ્રાંમસિંહ હાઈસ્કુલના ટાવર ઉપર અથડાયો અને ટાવરનો કાંચ તુટી ગયો. પરંતુ ભગવંતસિંહજી મહારાજે તેમને દંડ ન કરતા પુરસ્કાર આપીને સન્માનિત કરેલ. તેમજ ભગવત ગૌમંડળ તેમનું ઘણું યોગદાન આપેલ છે. જે ગોંડલનું ગૌરવ છે.
વરદા પરિવારની આ સિદ્ધિમાં સહભાગી સંસ્થા હમીંગબર્ડ સ્પોટર્સ એકેડેમી, સેલ્ફ ઈવોલ્વર તેમજ શ્રી શ્રી એકેડેમીનો પણ ખુબ સાથ સહકાર મળેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech