ભારતમાં પ્રત્યાર્પણ ન કરવું પડે અને કેસમાંથી બચી શકાય તે માટે હવાતિયા મારતા ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદીએ વનુઆતુનું નાગરિકત્વ મેળવી લીધું હતું. હવે લલિત મોદીને મોટો ઝટકો લાગે તેવા અહેવાલ સામે આવ્યા છે કે વાનુઆતુના વડા પ્રધાને લલિત મોદીને જારી કરાયેલો નવો પાસપોર્ટ રદ કરવા અધિકારીઓને કહ્યું છે. પીએમ એ કહ્યું કે અમે આ માણસના કાર્યોથી વાકેફ નહોતા.
વાનુઆતુના દૈનિક અખબાર વનુઆતુ ડેઇલી પોસ્ટે તેની ફેસબુક પોસ્ટમાં આ સંબંધિત માહિતી આપી હતી. રિપોર્ટ અનુસાર, લલિત મોદીનો વાનુઆતુ પાસપોર્ટ રદ કરાવવામાં ન્યુઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે, કેટલાક અન્ય ટાપુ દેશો સાથે મળીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
વાનુઆતુ ડેઇલી પોસ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું, 'આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાજેતરના ખુલાસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીની માહિતી હું પછી આપીશ.' આ વખતે તેણે વધારે માહિતી શેર કરી નથી. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કેવાનુઆતુને પાછળથી ખબર પડી કે લલિત મોદી એક ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો.
૭ માર્ચે ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી હતી
લલિત મોદીએ 7 માર્ચે પોતાનો ભારતીય પાસપોર્ટ પરત કરવા માટે અરજી કરી હતી અને બાદમાં વિદેશ મંત્રાલયે પણ તેની પુષ્ટિ કરી હતી. લલિત મોદી 2010 માં ભારત છોડીને લંડનમાં રહે છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, 'તેમણે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે.તેમણે વધુમાં કહ્યું, 'આની તપાસ હાલના નિયમો હેઠળ કરવામાં આવશે.' અમને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેણે વનુઆતુ નાગરિકતા મેળવી લીધી છે. અમે કાયદાની સંપૂર્ણ હદ સુધી તેમની સામે કેસ ચાલુ રાખીશું. ઉલ્લેખનીય છે કે લલિત મોદી પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના ઉપાધ્યક્ષ રહીને છેતરપિંડી, મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999ના ઉલ્લંઘનનો આરોપ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રાશિના લોકોના જીવનસાથી સફળતા મેળવી શકે, નવા લોકો પર વધારે વિશ્વાસ ન કરો
April 11, 2025 12:04 PMહર્ષદ પહોંચેલી શોભાયાત્રાનું મંત્રી દ્વારા ભવ્ય સ્વાગત
April 11, 2025 11:54 AMજામનગરમાં એક જ દિ’માં તાપમાનમાં ૪ ડીગ્રીનો ઘટાડો: લોકોને રાહત
April 11, 2025 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech