તા. ૨૪મી થી હાપા–અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન

  • September 20, 2023 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સૌરાષ્ટ્ર્ર આખા માટે આનંદના સમાચાર છે કારણ કે, આગામી તા. ૨૪થી હાપા–અમદાવાદ વચ્ચે ગુજરાતની પ્રથમ વંદે ભારત ટ્રેન દોડતી થશે જેનો લાભ રાજકોટ સહિતના આખા સૌરાષ્ટ્ર્રને મળશે અને આજે નવી દિલ્હીથી વિડીયો કોલીંગ મારફત પત્રકાર પરિષદને સંબોધતા સાંસદ પૂનમબેન માડમે આ સમાચાર આપ્યા હતા, જે જામનગરથી અમદાવાદ જતા તમામ લોકો માટે રાહત સમાન છે.


આ વંદે ભારત ટ્રેનની ટ્રાયલ આજે કરવામાં આવશે અને તા. ૨૪મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વચ્ર્યુઅલ ઉપસ્થીતીમાં જામનગરના રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમ દ્રારા લીલીઝંડી આપવામાં આવશે, સપ્તાહમાં છ દિવસ આ ટ્રેન દોડશે.

સવારે ૫–૩૦ વાગ્યે હાપા ખાતેથી વંદે ભારત ટ્રેન રવાના થશે જે સવારે ૧૦ કલાકે  સાબરમતી પહોંચાડી દેશે, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ ખાતે આ ટ્રેનને સ્ટોપ આપવામાં આવ્યા છે અને જામનગરથી અમદાવાદ જવા માંગતા લોકો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે.
એ જ રીતે આ ટ્રેન સાંજે ૬–૦૦ કલાકે સાબરમતીથી આ ટ્રેન રવાના થશે અને રાત્રીના ૧૦–૩૦ વાગ્યે પરત જામનગર પહોચી જશે, ૮ કોચની આ વંદે ભારત એકસપ્રેસ હશે જે મુસાફરો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application