સર્વિસ સેન્ટરમાં આપેલી કારનો ટ્રાયલના બહાને કર્મચારીએ બુકડો બોલાવી નાખ્યો

  • August 20, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીધામના સર્વિસ સેન્ટરમાં મૂળ કચ્છના અને હાલ અમદાવાદ રહેતા ગવર્મેન્ટ કોન્ટ્રાકટરે ગાંધીધામના કાર્ગેા મોટર્સ સર્વિસમાં આપી હતી. ટાટા કંપનીની હેરિયર કાર કર્મચારીઓએ ટ્રાયલના બહાને લઈ જઈને અકસ્માત સર્જતા સંચાલકોએ કારના પૈસા કે અન્ય કાર આપવા મામલે હાથ ઐંચા કરી દેતા આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે પ્રા માહિતી મુજબ મૂળ ભચાઉ તાલુકાના જંગી ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા ધરમશીભાઈ ભાણાભાઈ દાફડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓએ પોતાની ચોવીસ લાખની કિંમતની કાર ગાંધીધામના સર્વિસ સેન્ટરમાં રીપેરીંગમાં આપી હતી.બીજા દિવસે લેવા ગયા ત્યારે કાર સર્વિસમાં જોવા ન મળતા પૂછયું તો સર્વિસ સેન્ટરના કર્મચારીઓએ જણાવ્યું કે કાર ટ્રાયલ માટે ગઈ છે અને બાદમાં જાણવા મળ્યું કે આ કારનો તુના નજીક અકસ્માત થયો છે. કારની હાલત જોતા માલુમ થાય છે કે ઓવર સ્પીડમાં ચલાવવાના કારણે ગંભીર અકસ્માત થયો હોય શકે છે.
કાર માલિક ધરમશીભાઈએ કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં અરજી કરતા કહ્યું હતું કે તેમની કારનો સર્વિસ સેન્ટરથી ૨૫ કિમી દુર અકસ્માત કેવી રીતે થયો? ટેસ્ટ ડ્રાઈવ ૨૫ કિમીની થોડી હોય? ડ્રાઈવર દારૂના નશામાં હતો કે અણઆવડત હતી કે પછી અન્ય કોઈ ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યા છે? આ ઉપરાંત સંચાલકો દ્રારા જાતિ બાબતે અપમાનિત કરાતા આ સમગ્ર બનાવમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે એટ્રોસીટી મુજબની ફરિયાદ પણ નોધવામાં આવી છે


શોરૂમના સંચાલકોએ કઇં પણ કહેવાનું ટાળ્યું
શોરૂમના સંચાલકોને બનાવ અંગેની વિગત પૂછતાં તેણે મીડિયાને કઇં પણ કહેવાનું ટાળ્યું હતું. આ ઉપરાંત કાર માલિકને અકસ્માત સ્થળે કહ્યું હતું કે તમને તમારી કાર મળી જશે પરંતુ બાદમાં જવાબ આપ્યો હતો કે વીમા કંપની આપે તે લઇ લેવાનું હોય અમે કાંઈ જ ન કરી શકીએ.


ફોરવ્હિલર લ્યો તો નાના મોટા પ્રોબ્લેમ થતાં રહે: સંચાલકો
આ ગાડીના બદલામાં બીજી ગાડી આપવાનું જણાવતા અહીંના મિલન વડોદરિયાએ જાતી બાબતે અપમાનિત કરતા કહ્યું હતું કે તમારે આવી ગાડી લેવી ન જોઈએ ફોરવ્હીલર લ્યો તો નાના મોટા પ્રોબ્લેમ થતાં રહે શોરૂમમાંથી બહાર નીકળી જાઓ તેમ કહીને ધક્કા મૂકી કરીને કાઢી મૂકયા હતા. અન્ય કર્મચારી જીન્સન મેથ્યુએ કહ્યું હતું કે જેને કહેવું હોય તેને કહી દેજે તેમજ તેણે પણ જાતી બાબતે અપમાનિત કર્યા હતા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application