આઉટસોસિંગ કર્મચારીઓના બે માસના પગાર ન થતાં વાલ્વમેનો કાલથી વાલ્વ નહીં ખોલે

  • May 04, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્મચારીઓએ બે-બે વખત ધરણા કયર્િ હોવાથી પણ મામલો ન ઉકેલાતા આખરે કર્મચારીઓ ગુસ્સામાં

જામનગર મહાપાલિકામાં કેટલાક કર્મચારીઓના પગાર બે-બે માસથી થયા નથી, જેની સામે કર્મચારીઓએ પણ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે, 200 જેટલા કર્મચારીઓ બે માસથી પગાર વિહોણા છે, તેમની માંગણી કોઇ સ્વીકારતું નથી, વોટર વર્કસના વાલ્વમેન કર્મચારીઓએ જો તા.5 મે સુધી પગાર નહીં થાય તો પાણી માટેના વાલ્વ ખોલવાની કામગીરી નહીં કરે તેમ જાણવા મળે છે.

કોર્પોરેશન દ્વારા છ આઉટસોસિઁગ એજન્સીને સફાઇ, આરોગ્ય, વોટર વર્કસ, જન્મ-મરણ શાખા, શોપ શાખા, સિવીલ, સ્લમ, લાઇટ અને સોલીડ વેસ્ટ શાખામાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, દર મહીને એજન્સીઓ બીલ મુકે છે, ત્યારબાદ પગાર થાય છે પરંતુ બે-બે માસથી 200 જેટલા કર્મચારીઓના પગાર નહીં થતાં તેઓને ઘર ચલાવવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે, આ અંગે વિરોધ પક્ષ દ્વારા જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, હાલમાં માર્ચ અને એપ્રિલનો પગાર થયો નથી, કેટલાક કર્મચારીઓએ મેયરને રજૂઆત કરતા મેયરે ટેલીફોનીક સુચના આપીને તાત્કાલીક પગાર કરવા જણાવ્યું હતું, પરંતુ મેયરનું પણ કોઇ માનતા નથી, ગઇકાલ સાંજ સુધી કર્મચારીઓનો પગાર થયો ન હતો.

મહાપાલિકામાં નાના કર્મચારીઓને પરેશાન કરવામાં આવે છે, અવારનવાર રજૂઆત કરાતી હોવા છતાં પણ બે-ત્રણ માસથી પગાર આપવામાં આવતો નથી, એટલું જ નહીં જે પગાર અપાય છે તેમાં દોઢ થી બે હજાર ઓછા અપાતા હોવાની રાવ ઉઠી છે, જેમનો પગાર ા.9500 છે તે કર્મચારીઓને માત્ર ા.7500 આપવામાં આવે છે તો પિયા 2000 શા માટે કપાય છે ? વળી કેટલાકના પીએફ ા.67 અને ા.95 દર મહીને કપાય છે તો બાકીના પિયા કોને નૈવેદ્ય ધરવા માટે કર્મચારીઓને આપવામાં આવતા નથી.

મ્યુ.કમિશ્નર દિનેશ મોદીએ આ અંગે તાત્કાલીક પગલા લઇને એજન્સીઓના સંચાલકોને સબક શીખડાવવો જોઇએ, તેની ડીપોઝીટ પણ જપ્ત કરવી જોઇએ, બે-બે બાસથી કર્મચારીઓ પગાર વિહોણા છે તેમનું કોઇ સાંભળતું નથી. અગાઉ એક નગરસેવીકાએ પણ આ અંગે જનરલ બોર્ડમાં ઉગ્ર રજૂઆત કરી હતી પરંતુ તેનું કાંઇ થયું નથી, ત્‌યારે આ મામલે વધુ લડત ઉગ્ર બને તે પહેલા જ મ્યુ.કમિશ્નરે તાત્કાલીક પગલા ભરવા જોઇએ તેવી કર્મચારીઓમાં માંગણી ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application