જામનગરની મોટી હવેલીના પૂ. વલ્લભરાયજી મહોદયના આત્મજનો શુભ વિવાહ પ્રસ્તાવ
૨૭ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથોનું ભવ્ય આયોજન
જામનગર તા. ૧૯ઃ જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૂ શ્રી વલ્લભાચાર્યજીના નિધિ તેમજ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ મહાકારૂણિક શ્રી મહાપ્રભુજી એવમ શ્રી ગંુસાઈજી પરમ દયાલના અનુગ્રહથી પૂ. ૧૦૦૮ વ્રજભૂષણલાલજી મહારાજના પ્રપૌત્ર, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકિવ પૂ. ૧૦૮ હરિરાયજી મહારાજના સુપૌત્ર તથા પૂ. ગો. વલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ શ્રી શ્યામલતા બેટીજી શ્રી દિનેશજી રેહી (રાજકોટ)ના સુપૌત્રી તથા અ.સૌ. શ્રીનીલીમા બેટીજી શ્રી ભૂપેશજી રેહીની સુપુત્રી સૌ.કાં. ચિ. માલવિકાજી સાથે તા. ૪-૧૨-૨૪ ના રાત્રે ૧૧ વાગ્યે મેહુલનગર ટેલિફોન એકસચેન્જ રોડ, શ્રીજી મેરેજ હોલ પાછળ, મ્યુનિ. કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં યોજાયા છે.
રસાદ્રરાયજીના શુભવિવાહ નિમિતે શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા. ૨૭-૧૧-૨૪ ના રાત્રે ૯ વાગ્યે મોટી હવેલીમાં વધાઈ કીર્તન, તા. ૨૮-૧૧-૨૪ ના હોટલ કલાતીતમાં રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ તા. ૨૯-૧૧-૨૪ ના રાત્રે ૯.૩૦ વાગ્યે સયાજી હોટલમાં શાસ્ત્રીય કંઠય સંગીતનો કાર્યક્રમ, તા. ૩૦-૧૧-૨૪ ના રાત્રે ૯-૩૦- વાગ્યે હોટલ કલાતીતમાં ગઝલનો કાર્યક્રમ, તા. ૧-૧૨-૨૪ ના રાત્રે ૯.૩૦ વાગ્યે શુભવિવાહના સ્થળે મ્યુનિ. કોર્પો. ગ્રાઉન્ડમાં હાસ્ય દરબારનો કાર્યક્રમ તથા તા. ૦૨-૧૨-૨૪ ના રાત્રે ૯-૩૦ વાગ્યે હાલારી રાસ યોજાશે.
શુભવિવાહ પ્રસ્તાવના પ્રસંગોમાં તા. ૩-૧૨-૨૪ ના નિશ્ચય તાંબુલ (બડી સગાઈ) રાત્રે ૮ વાગ્યે, તા. ૪-૧૨-૨૪ ના વરઘોડો તથા મંગલ શુભવિવાહનો પ્રસંગ, તા. ૫-૧૨-૨૪ ના બપોરે ૧૨ વાગ્યે બડી પઠોની (વિદાઈ)ના કાર્યક્રમ યોજાશે.
તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શુભવિવાહ પ્રસ્તાવનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ પર motihavelijamnagar ફેસબુક પર શ્રી મોટી હવેલી જામનગર તથા ઈન્સ્ટાગ્રામ પર v.yuva.sangathan પરથી કરવામાં આવશે.
વૈષ્ણવોના ઉતારા માટે સમિતિના મો. નં. ૯૮૨૪૨ ૯૭૨૩૨ તથા ૯૪૨૮૩ ૧૫૭૫૮ ઉપર સંપર્ક કરવો. બહારગામથી પધારેલા વૈષ્ણવો માટે ઉતારા તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આમંત્રિત મહેમાનો માટે તા. ૪.૧૨.૨૪ ના રાત્રે શુભવિવાહના સમયે મહાપ્રસાદ યોજાશે.
આ શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગે સૌ આમંત્રીત મહેમાનો, વૈષ્ણવોને પધારવા સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ તથા વજુભાઈ પાબારીએ અનુરોધ કર્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech