દારૂબંધીના ઉડ્યા ધજાગરા.... વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્રવાસ દરમિયાન કરી બીયર પાર્ટી, વાયરલ થયાં વિડીયો

  • March 07, 2023 11:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરાની MS યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મહેફિલનો એક વિડીયો સોશ્યલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓના એક ગ્રુપે હાથણી માતા ધોધના પ્રવાસ દરમિયાન બીયર પાર્ટી કરી હતી. આને બીયરનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ MS યુનિવર્સિટીની લો ફેકલ્ટીના વિદ્યાર્થી ગ્રુપનો વીડિયો હોવાની ચર્ચા ચાલી રહી છે.
​​​​​​​

મળતી વિગતો અનુસાર વડોદરાની MS યુનિવર્સિટીના લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ગ્રુપ તાજેતરમાં જ ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ નજીક આવેલ હાથણી માતા ધોધના પ્રવાસે ગયું હતું. ચર્ચાતી વિગતો અનુસાર, આ ગ્રુપમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ બંનેનો સમાવેશ થાય છે. ગ્રુપની એક વિદ્યાર્થિનીએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયોની સ્ટોરી મૂકી હતી. જેમાં ધોધ વચ્ચે પથ્થરો પર વિદ્યાર્થીઓ બીયર પીતા જોવા મળે છે. લો ફેકલ્ટીનો જ એક વિદ્યાર્થીનો સિગારેટ પીતો વીડિયો વાયરલ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application