વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હોલિકા દહનની મોડી રાત્રે બેફામ કાર ચલાવી આઠ લોકોને અડફેટે લેનારા આરોપી રક્ષિત ચૌરસિયાને ઘટનાના 11 દિવસે ફેસ સર્જરી માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. લોકોએ ઢોર માર મારતા તેના મોઢાના ભાગે ફ્રેક્ચર થયું હતું.
આરોપી રક્ષિત ચૌરસિયાએ કારથી આઠ લોકોને ઉડાવ્યા હતા, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ લોકોએ આરોપીને ઢોર માર માર્યો હતો, જેના કારણે તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ મોઢાના ભાગે ઈજાઓ હોવાથી જેલના ડોક્ટર દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી. વધુ સારવાર માટે તેને સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન વિભાગમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેના મોઢાના ભાગે ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે અને આગામી દિવસોમાં સર્જરી થઈ શકે છે.
સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, આરોપીની સારવાર સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે. આજે તેને સર્જરી વિભાગમાં લાવવામાં આવ્યો હતો અને તેની તપાસ કરવામાં આવી હતી. જો મોઢાના ભાગે ઓપરેશન કે સર્જરી કરવાની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે.
જેલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, આરોપીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તેને મોઢાના ભાગે ઈજાઓ હોવાથી તેની સારવાર માટે ત્યાં મોકલવામાં આવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગત 13 માર્ચ, 2025ના રોજ રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. નશામાં ચૂર કારચાલકે બેફામ કાર ચલાવીને આઠ લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે તેઓ ફૂટબોલની જેમ ફંગોળાયા હતા. આ ઘટનામાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં એક બાળક અને એક બાળકી સહિત કુલ સાત લોકો ઘાયલ થયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું હતું કે કારચાલક રક્ષિત ચૌરસિયા એમ.એસ.યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે, જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech