વડોદરા: પરિણીત હોવા છતાં બે પ્રેમીઓને અંધારામાં રાખ્યા..બંનેએ ભેગા થઈને પ્રેમિકા સાથે એવું કૃત્ય કર્યુ જે જાણી હૈયું ધ્રુજી ઉઠશે

  • February 23, 2023 04:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 


વડોદરામાંથી એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે,શહેરમાં પદમલા બ્રિજ નીચેથી મહિલાનો મૃતદેહ મળવા મામલે મોટો ખુલાસો થયો હતો. મહિલાની તેના જ બે પ્રેમીઓએ સાથે મળીને હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.  મૃતક મહિલા ચમેલી ધસિયા પરિણીત હોવા છતાં બંને પ્રેમીના પ્રેમમાં પડી હતી. બંને પ્રેમીને અંધારામાં રાખી મૃતક મહિલા બ્લેકમેલ કરતી હતી. બંને પ્રેમીઓને ઘટનાની જાણ થતા મહિલાની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું. હાલ પોલીસે બંને આરોપીઓ અજય યાદવ અને ઉદયરાજ શુક્લાને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યા છે. તેઓને વડોદરા લાવવામાં આવ્યા છે. 

પોલીસની તપાસ દરમિયાન આવી  વિગતો બહાર આવી છે કે, રણોલી સ્ટેશન સામે રહેતી 32 વર્ષીય ચમેલી ધસિયા જ્યારે ઉત્તર પ્રદેશ રહેતી હતી, ત્યારે તેને અજય યાદવ નામ યુવક સાથે પ્રેમ સંબંધ હતો. થોડા સમય અગાઉ અજય યાદવ વડોદરા નોકરી માટે આવી ગયો હતો, જેથી ચમેલી પણ તેની પાછળ વડોદરા આવી હતી અને બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા. જોકે, અજયના લગ્ન નક્કી થઈ જતાં તે વતનમાં ચાલ્યો ગયો હતો. તેથી ચમેલી ધસિયા તેની નજીક રહેતી તેની બહેનપણીના પતિ ઉદયરાજ શુક્લાના પ્રેમમાં પડી હતી. જોકે, શુક્લા તેને સાથે રાખવા તૈયાર નહતો. જેથી ચમેલી બંને પ્રેમીઓને વારંવાર ધમકી આપી હતી. 

તપાસમાં એવું  સામે આવ્યું છે કે, ઉદયરાજ શુક્લ સાથે પ્રેમમાં પડેલી ચમેલીએ તેની સાથે રહેવાની જિદ કરતી હતી. આખરે ઉદયરાજ કંટાળી જતાં તેણે અજય યાદવને ફોન કરી ચમેલીને કારણે તેનું નવું લગ્ન જીવન ભાંગી જશે તેમ કહી ઉશ્કેર્યો હતો. જેથી અજય વડોદરા આવ્યો હતો અને ભેગા મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

પ્લાન મુજબ ઉદયે ચમેલીને ખરીદીના બહાને બ્રિજ પર બોલાવી હતી, જ્યાં બંનેએ તેને માર મારી ગળું દબાવી દીધું હતું અને અંધારામાં લાશ નીચે ફેંકી હતી. હત્યાને અંજામ આપી બંને ઉત્તર પ્રદેશ નાસી છૂટ્યા હતા. જેથી છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આઇ પટેલે એક ટીમ યુપી મોકલી હતી. પોલીસે ચમેલીના પ્રેમી અજય યાદવ અને તેના બીજા પ્રેમી ઉદયરાજ શુક્લાને ઝડપી પાડી વડોદરા લાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application