લોધિકા તાલુકાના વડ વાજડી ગામે પોષણ માસ અંતર્ગત આઇસીડીએસ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં લાભાર્થીઓને સમતોલ આહારની જાણકારી આપી પોષણ કિટ્સ વિતરણ કરવામાં આવી હતી.
આઇસીડીએસ વિભાગ દ્વારા આ તકે ટી.એલ.એમ.નું પ્રદર્શન, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ બીજનું વિતરણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ તથા આંગણવાડી કાર્યકર દ્વારા રોલ પ્લે કરી પોષણ યોજના વિશે માહિતી અપાઈ હતી. આ તકે લાભાર્થી સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ યુક્ત બીજનું વિતરણ કરવાની સાથે આંગણવાડી કેન્દ્ર પર વૃક્ષારોપણ કરાયું હતું.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત લોધિકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેખાબેન, રાજકોટ ગ્રામ્ય પ્રોગ્રામ ઓફીસર સાવિત્રીબેન નાથજી, બાળ વિકાસ યોજના અધિકારી લોધીકા શોભનાબેન લાડાણી, સુપરવાઈઝર ખીરસરા ભગવતીબેન બાલસરા, માનસીબેન હિંસુ, વર્ષાબેન ચાવડા તથા વડ વાજડી ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : માટેલ થરાવાળીમાં ખોડીયારના દરબારમાં ગરબાનો જાહેર કાર્યક્રમ
April 03, 2025 11:31 AMરિલાયન્સ ભારતમાં ઇ-સ્પોર્ટ્સ બિઝનેસ માટે બ્લાસ્ટ સાથે ભાગીદારી કરશે
April 03, 2025 11:27 AMરાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુ રૂ.૨૦૦ના કિલો
April 03, 2025 11:12 AMબહારના ડોકટરો માટે રાજ્ય દુર્ગમ વિસ્તારોમાં નોકરીઓ નક્કી કરી શકતું નથી: સુપ્રીમ કોર્ટ
April 03, 2025 11:07 AMમોરબી, ભાવનગર, જામનગર સહિત ૮ મથકોની કોર્ટમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે
April 03, 2025 11:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech