BREAKING NEWS

વીવાયઓ દ્વારા વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

  • April 14, 2026 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ માંજલપુર ખાતે વલ્લ ભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા ધામધૂમથી નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા.
આ શોભાયાત્રા વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ૧૦,૦૦૦થી પણ વધુ વૈષ્ણવો, બાળકો, યુવાઓ અને વડીલો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મહારાજ પોતે પગપાળા શોભાયાત્રામાં ચાલતા જોવા મળ્યા, જેને કારણે વૈષ્ણવોમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો. મહાપ્રભુજી પ્રાગટ્યોત્સવના ભજન પર ભાવિકો ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા. બેન્ડ-બાજા, ઘોડા, ધ્વજ-પતાકા, દંકા, નિશાન, ઢોલી, આકર્ષક ફ્લોટ્સ અને ડીજેના સૂરોથી સમગ્ર વિસ્તાર આનંદ અને ઉલ્લ ાસથી ગુંજી ઉઠ્યો હતો.
આ શોભાયાત્રામાં ૫૦૦થી વધુ બાળકો વિવિધ ધાર્મિક વેશભૂષામાં જોવા મળ્યા હતા, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યા હતા.
વ્રજરાજકુમારજી મહારાજએ ધ્વજ ફરકાવી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. શોભાયાત્રામાં અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારે ગરમી હોવા છતાં હજારો વૈષ્ણવો ઉત્સાહપૂર્વક જોડાઈ મહાપ્રભુજી પ્રત્યે પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મહારાજએ જણાવ્યું હતું કે સનાતન વૈદિક હિંદુ ધર્મમાં  વલ્લ ભાચાર્યજી મહાપ્રભુજી પાંચમા જગદગુરૂ આચાર્ય છે. તેમણે માયાવાદનું ખંડન કરીને સકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે મહાપ્રભુજીમાં કૃષ્ણ, સ્વામિનીજી અને આચાર્ય સ્વરૂપે ગુરુ  એમ ત્રણેય સ્વરૂપો નિવાસ કરે છે.  મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે અને આજે પણ ભૂતળ પર વિરાજે છે.
 મહાપ્રભુજી વલ્લ ભકુલમાં અંશરૂપે, ભારતની ૮૪ બેઠકમાં, જ્યાં જ્યાં ભગવત કથા થાય છે ત્યાં તેમજ વૈષ્ણવોના ઘરમાં પુષ્ટિ કરેલા ઠાકોરજીમાં નિવાસ કરે છે  એમ અનેક સ્થાનો પર તેમનો વાસ છે. વ્રજધામ સંકુલ ખાતે  મહાપ્રભુજીનું સાક્ષાત્ સ્વરૂપ બિરાજમાન છે, જ્યાં બ્રહ્મસંબંધ પ્રાપ્ત વૈષ્ણવોને કેસર સ્નાનનો લાભ મળ્યો હતો અને વૈષ્ણવો કૃતાર્થ થયા હતા. પુષ્પ વિતાન મનોરથમાં પણ વૈષ્ણવો ભક્તિભાવથી ભાવવિભોર બની દર્શન કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મનોરથી કૌશિકભાઈ પરિવાર તેમજ વીવાયઓ વુમન્સ વિંગનું પૂજ્ય મહારાજએ આશીર્વાદ આપી સન્માન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News