રાજકોટના જમીનના ધંધાર્થીને ૩ કરોડના જાસામાં લેનાર વીપી સ્વામી જેલ હવાલે થયો

  • October 30, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢના ઝાલણસરના સ્વામી અને તેની ગેંગે મંદિર તથા ગૌશાળા બનાવવાનું કહી જમીન–મકાનના ધંધાર્થીને વિશ્ર્વાસમાં લઈ ૩ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા, સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી

રાજકોટ શહેરના નવલનગરમાં રહેતા જમીન–મકાનના ધંધાર્થી જસ્મીન માઢક અને તેના ભાગીદારને મંદિર, ગૌશાળા બનાવવાની જમીન ખરીદવાના નામે ૩.૦૪ કરોડની છેતરપીંડી વિશ્ર્વાસઘાત કરવાના ગુનામાં વોન્ટેડ જુનાગઢના ઝાલણસરના સ્વામીનારાયણ સંપ્રદાયના વીપી સ્વામીને સીઆઈડી ક્રાઈમે ઝડપી લઈ રાજકોટ કોર્ટમાં રીમાન્ડ મેળવવા માટે રજુ કરતા રિમાન્ડ નામંજૂર થયા અને જેલહવાલે કરાયા છે.
આરોપી જુનાગઢના શ્રીધામ ગુરૂકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી તથા તેની ટોળકીના સ્વામીનારાયણ મંદિર જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્ર્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણદં સિધ્ધેશ્ર્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામીએ સાગરીતો વડતાલ મંદિરના વહીવટકર્તા તરીકે ઓળખ આપનાર લાલજી બાવાભાઈ ઢોલા, સુરતના એસ્ટેટ તેમજ કાર બ્રોકર સુરેશ ઘોરી, પીપળાદના ભુપેન્દ્ર પટેલ, વિજય ચૌહાણ સાથે મળી જમીન ખરીદવાના નામે કૌભાંડ કર્યુ હતુંુ. એક વર્ષ પુર્વે જસ્મીન માઢકે સુરતમાં કાર ખરીદવા જતા સુુરેશ ઘોરી સાથે સંપર્કમાં આવ્યો હતો અને ત્યાંથી આ ગેંગે જસ્મીન અને તેના ભાગીદારને જાળમાં ફસાવ્યા હતા.
ગૌશાળા તથા મંદિર બનાવવા માટે જમીન ખરીદવા બન્ને વ્યકિતને રોકાણ કરવા કહ્યંું હતું અને જમીન ખરીદયા બાદ સારૂ વળતર આપશે તેવી લાલચ આપીને ફસાવતા બન્ને ભાગીદારે પોતાના ખર્ચે જમીનનો સોદો કર્યેા હતો. ત્યાર બાદ ખબર પડી કે, નાણા ખંખેરવાનું આખું કૌભાંડ છે. આ જ ઢબે આ સ્વામીની ગેંગે સુરતમાં પણ કારસ્તાન કયુ હતું. જસ્મીન માઢકે આખી ગેંગ સામે બે માસ પહેલા રાજકોટમાં ભકિતનગર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામાં અગાઉ જેકે સ્વામી અને અન્ય આરોપી પકડાઈ ગયા હતા. જયારે વીપી સ્વામી વોન્ટેડ હતો.
રાયમાં આવી રીતે આચરેલા કૌભાંડની તપાસ રાય સરકાર દ્રારા અચાનક સીઆઈડી ક્રાઈમને સોંપી દેવાઈ હતી અને સીઆઈડી ક્રાઈમે વીપી સ્વામીની ધરપકડ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application