મની પ્લસ મંડળીના સંચાલક અને જેની સામે અગાઉ આધેડને મરવા મજબૂર કર્યા અંગે ગુનો નોંધાયો છે.આ ઉપરાંત ધ્રોલના વાંકીયા ગામના પટેલ ખેડૂત જયસુખભાઈ ભીમાણીએ ધંધાકીય જરૂરીયાત ઉભી થતાં અલ્પેશ દોંગાએ રૂપિયાના બદલે મળતીયાના નામે પેન્ડિંગ દસ્તાવેજને બદલે રજી. દસ્તાવેજ કરાવી લીધો હતો.જે અંગે તાલુકા પોલીસે અલ્પેશ દોંગા સહિત પાંચ શખ્સો સામે છેતરપિંડી, મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ અલ્પેશ દોંગા આ પ્રકારન વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. પડધરીના સાલ પીપળીયાના ખેડૂતને વ્યાજે પિયા આપી તેની જમીનનો દસ્તાવેજ જાણ બહાર કરાવી લઇ અન્યના નામે કરાવી લેતા આ અંગે અલ્પેશ દોંગા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર બાલાજી ચોક પાસે રહેતા અને ખેતીકામ કરનાર વિશાલ બાબુભાઈ ગઢીયાએ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ આરોપી તરીકે અલ્પેશ દોંગા,વત્સલ રસીકભાઇ સખિયા અને રસિક સખીયાના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ તેણે મકાન લીધું હોય અને તેની બેંકમાં લોન ચાલતી હોય તેમજ ફાઇનાન્સમાંથી વધુ લોન લઈ લેટ લીધો હતો જેના હા ચાલુ હતા. આ દરમિયાન તેમની પત્ની બીમાર પડતાં અને તેનો ભાઈ પડી જતા હોસ્પિટલનો ખર્ચેા આવ્યો હતો જેથી આ બાબતે તેના ભાઈ રાજેશને વાત કરતા તેણે ૧૫૦ ફટ રીંગ રોડ પર પટેલ ઇન્વેસ્ટમેન્ટ સામે ઓફિસ ચલાવતા અલ્પેશ દોંગા પાસે જઈને પૈસાની વાત કરી હતી. જેથી તેણે જમીનનું સિકયુરિટી પેટે લખાણ કરવાની વાત કરી હતી. બાદમાં જમીન તેના માતાના નામે હોય અને ભાઈ અને માતા ત્યાં ગયા હતા. વાડીની અસલ દસ્તાવેજની ફાઈલ આપી હતી જેથી તેને મામલતદાર ઓફિસે આવવાનું કહ્યું હતું. બાદમાં ત્યાં ગયા હતા અને અહીં સહી કરાવી લઈ તમારા પૈસા બે દિવસમાં આવી જશે કહી બે દિવસ બાદ ફરીયાદીના માતાના બેંક એકાઉન્ટમાં પિયા ૩૫ લાખ જમા કરાવ્યા હતા.
બાદમાં ફરિયાદીએ કટકે કટકે ૧૩ લાખ આપ્યા હતા. દરમિયાન ફરિયાદીને તેની વાડીએ કામ કરતા વ્યકિતનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી વાડીએ આવો કેટલાક લોકો જમીન ખાલી કરાવવા આવ્યા છે. જેથી ફરિયાદી અહીં વાડીએ જતા ત્યાં અલ્પેશની ઓફિસે કામ કરનાર વત્સલ સખીયા અને તેના પિતા રસિક સહિતનાઓ આવ્યા હતા અને તેણે કહ્યું હતું કે, આ વાડી હવે અમારી માલિકીની છે ખાલી કરી દેજો કહી ચાલ્યા ગયા હતા. બાદમાં વિશાલભાઈએ આ વાત ઘરે કરી હતી અને અલ્પેશને વાત કરી તેની ઓફિસે મળવા જતા તેણે કહ્યું હતું કે, તમે અમારી પાસેથી ચાર કરોડ લીધા છે અને અગાઉના પિયા ૩૫ લાખ મળી બધા પિયા આપી દેજો પછી તમારી જમીન તમને મળશે તેમ કહી એક કાગળ કાઢી હિસાબ બતાવ્યો હતો.
જેમાં ફરિયાદીની ભાઈની સહીઓ હતી જેથી આ બાબતે ફરિયાદીએ તેમના ભાઈને પૂછતા તેણે આવા કોઈ પૈસા લીધા ન હોવાનું જણાવી સબ રજીસ્ટર ઓફિસમાં તપાસ કરતા તેની જમીન છેતરપિંડીથી વત્સલ સખીયાના નામે થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું. જેથી ખેડૂત વિશાલભાઈ ગઢીયાએ અલ્પેશ દોંગા, વત્સલ રસિકભાઈ સખીયા, રસિક સખીયા વિદ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PM'જો તમે આ કામ કરાવી આપો તો હું ક્યારેય ચૂંટણી નહીં લડું...' કેજરીવાલે અમિત શાહને કર્યો ચેલેન્જ
January 12, 2025 02:15 PMટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં કોણ સંભાળશે સત્તા? હવે ભારતીય મૂળની અનિતા પણ રેસમાંથી બહાર
January 12, 2025 01:18 PMશિયાળામાં મેકઅપની આ ભૂલો બગાડી શકે સંપૂર્ણ લુક
January 12, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech