અમેરિકામાં પ્રથમ ભારતવંશી સેકન્ડ લેડી બનશે ઉષા ચિલુકુરી

  • November 07, 2024 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કમલા હેરિસની હારથી ભારતીયો ભલે નિરાશ હોય, પરંતુ તેઓ ઉષા ચિલુકુરીને લઈને પણ ઉત્સાહિત છે, જે પ્રથમ અમેરિકાની સેક્ધડ લેડી બનવા જઈ રહી છે. 50 વર્ષ પહેલા તેમનો પરિવાર વિશાખાપટ્ટનમથી કેલિફોર્નિયાના સાન ડિએગો શહેરમાં રહેવા ગયા હતા. ઉષાનો જન્મ પણ ત્યાં થયો હતો.
ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા જેડી વાન્સની પત્ની ભારતીય મૂળની ઉષા વ્યવસાયે વકીલ છે. તેમણે યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તેમની જેડી સાથે મુલાકાત થઇ હતી. તેઓ 1914માં ખ્રિસ્તી અને હિંદુ રીતિ-રિવાજો અનુસાર મળ્યા અને લગ્ન કયર્.િ કાયદાનો અભ્યાસ કયર્િ પછી, ઉષાએ ઘણા ફેડરલ ન્યાયાધીશો સાથે કામ કર્યું. તેમાં ચીફ જસ્ટિસ જોન રોબટ્ર્સ, જસ્ટિસ બ્રેટ કેવનો અને જસ્ટિસ અમૂલ થાપરનો સમાવેશ થાય છે. તેણે 2024 સુધી લો ફર્મમાં કામ કર્યું. તેમણે 2024ના રિપબ્લિકન નેશનલ ક્ધવેન્શનમાં જેડી વેન્સ માટે ભાષણ પણ આપ્યું હતું. જેની ખૂબ ચચર્િ થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમની પ્રશંસા કરી હતી. તેમને ત્રણ બાળકો છે, ઇવાન, વિવેક અને મીરાબેલ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application