સોમવારે દેશભરમાં ડિજિટલ બ્રેકડાઉનનો માહોલ સર્જાતા અસંખ્ય ઓનલાઈન વ્યવહારો ઠપ્પ થઈ ગયા હતા અને યુઝર્સમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જો કે 3 કલાક રજા રાખ્યા બાદ યુપીઆઈ સેવા પૂર્વવત થતા યુઝર્સને હાશકારો થયો હતો . નોંધનીય છે કે માર્ચ 2025માં, ભારતમાં યુપીઆઈ વ્યવહારોએ એક રેકોર્ડ બનાવ્યો હતો, કુલ 18.30 અબજ વ્યવહારો, જે ફેબ્રુઆરી કરતા 5 ટકા વધુ હતા. માર્ચમાં કુલ 24.77 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા.તેમાં સોમવારે સાંજે બ્રેક લાગી હતી અને લગભગ 3 કલાક સુધી બંધ રહ્યા પછી, યુપીઆઈથી ચુકવણી સુવિધા ફરી શરૂ કરવામાં આવી છે.
પેટીએમ, ગુગલ પે અને ફોનપે જેવા મુખ્ય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બંધ થતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓએ ફરિયાદોનો મારો ચલાવ્યો હતો . ડાઉનડિટેક્ટર જેવી વેબસાઇટ પર રિપોર્ટ્સની સંખ્યામાં પણ અચાનક વધારો થયો. પેટીએમ ખોલતી વખતે, વપરાશકર્તાઓને સીધો ભૂલ સંદેશ મળી રહ્યો હતો, "યુપીઆઈ એપ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહી છે." આનો અર્થ એ થયો કે સમસ્યા ફક્ત એક એપ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ સમગ્ર યુપીઆઈ સિસ્ટમમાં મોટી ટેકનિકલ ખામી હતી.
આ ત્રીજી વખત બન્યું
નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે યુપીઆઈ સેવા આ રીતે બંધ થઈ ગઈ છે. કરોડો લોકો જેના પર દરરોજ આધાર રાખે છે તે સિસ્ટમનું વારંવાર ક્રેશ થવું હવે લોકોને પરેશાન કરી રહ્યું છે. દુકાનદારો, કેબ ડ્રાઇવરો અને સામાન્ય ગ્રાહકો ખાસ કરીને ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.
માર્ચમાં રેકોર્ડ બન્યા, હવે વિશ્વાસ પર સવાલો
માર્ચ 2025 માં, ભારતમાં યુપીઆઈ વ્યવહારોએ એક રેકોર્ડ બનાવ્યો હતો, કુલ 18.30 અબજ વ્યવહારો, જે ફેબ્રુઆરી કરતા 5 ટકા વધુ હતા. માર્ચમાં કુલ 24.77 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. પરંતુ ડિજિટલ ઇન્ડિયા જે ગતિએ આગળ વધી રહ્યું છે, તે જોતાં હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું આવી ટેકનિકલ ખામીઓ તેની ગતિ ધીમી કરી શકે છે?
ફોનપે બન્યો યુપીઆઈનો રાજા
માર્ચમાં, ફોનપે 864.7 કરોડ વ્યવહારો સાથે યુપીઆઈ વિશ્વમાં સૌથી મોટો ખેલાડી બન્યો, જે સમગ્ર સિસ્ટમનો લગભગ 47 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે ગુગલ પેએ ૩૬ ટકાથી વધુ વ્યવહારો સંભાળ્યા. બંને એપ્સ એકસાથે યુપીઆઈના મોટા ભાગને હેન્ડલ કરી રહી છે, પરંતુ જ્યારે સર્વર ડાઉન થઈ જાય છે, ત્યારે આ મોટા નામો પણ વપરાશકર્તાઓને રાહત આપી શકતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગંદાપાણીનો થઇ રહ્યો છે નિકાલ
May 13, 2025 03:25 PMહાઇવે પર અકસ્માત અટકાવવા રાહદારીઓ અને પશુઓને લગાડવામાં આવ્યા રેડિયમ બેલ્ટ
May 13, 2025 03:23 PMઉમરડા સિમ વિસ્તારમાં ખનિજ ચોરી પર રેડ ૨ લાખનો મુદામાલ ઝડપાયો
May 13, 2025 03:22 PMપોરબંદરના સદ્ભાવના સેવા મંડળ દ્વારા હોસ્પિટલમાં સુખડી વિતરણનું થયું આયોજન
May 13, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech