શહેરના દરબારગઢ વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક મેગા ડ્રાઈવ દરમિયાન ૧૮ વાહનો ટોઇંગ કરી લેવાયા: શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક ને અડચણરૂપ ૧૧ રેકડી ધારકો સામે કલમ ૨૮૩ મુજબ મુજબ કાર્યવાહી
જામનગર શહેરમાં ટ્રાફિક ના નિયંત્રણ માટે જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો છે, અને ખુદ જિલ્લા પોલીસવડા ગઈકાલે ટ્રાફિક ડ્રાઈવમાં જોડાયા હતા, અને દરબારગઢ- શાક માર્કેટ સહિતના ગીચ અને ટ્રાફિક થી ધમધમતા વિસ્તારમાં ડ્રોન કેમેરા નો ઉપયોગ કરીને ટ્રાફિક નિયંત્રણ કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. સાથો સાથ દરબારગઢ વિસ્તારમાં ૧૮ વાહનો ટોઈંગ કરી લેવાયા હતા, જ્યારે ૧૧ શાકભાજીની લારી વાળાઓ સામે આઇપીસી કલમ ૨૮૩ મુજબની કાર્યવાહી કરાઇ છે.
જામનગર શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈને ગઈકાલે શહેરના દરબારગઢ- શાક માર્કેટ સહિતના વિસ્તારમાં ટ્રાફીક ડ્રાઇવ રાખવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખુદ ટ્રાફિક ડ્રાઇમાં જોડાયા હતા, અને ટ્રાફિક નિયંત્રણ માટે ડ્રોન કેમેરા નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના જણાવ્યા અનુસાર શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે સપ્તાહમાં એક વખત મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજાશે, અને ડ્રોન કેમેરાની મદદ લઈને ટ્રાફિકને નિયંત્રણ કરવામાં આવશે. અને ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરાશે.
જામનગરના દરબારગઢ સહિતના વિસ્તારમાં ટ્રાફિક શાખાના પી.આઈ. એમ.બી. ગજ્જર ની આગેવાનીમાં મેગા ટ્રાફિક યોજવામાં આવી હતી, અને દરબારગઢ સર્કલ સહિતના વિસ્તારમાં લાંબા સમયથી પડ્યા રહેલા અને ધૂળ ખાતા વાહનો સહિત કુલ ૧૮ વાહનો જેમાં ઓટો રીક્ષા- સ્કૂટર વગેરેને ટોઈંગ કરી લેવામાં આવ્યા છે, અને પોલીસ હેડ ક્વાટર્સમાં મૂકી દેવાયા છે. જે વાહનચાલકો સામના માલિકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ ઉપરાંત શાક માર્કેટ સહિતના વિસ્તારમાં ટ્રાફિકને અડચણ રૂપ હોય તેવી ૧૧ શાકભાજી ની રેકડી ના રેકડી ધારકો સામે પણ આઈપીસી કલમ ૨૮૩ મુજબ કાર્યવાહી હાથ ધરી ૧૧ નંગ શાકભાજી ની લારી કબજે કરી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech