શુક્રવારે મજલીસ પણ યોજાશે
ખંભાળિયા નજીક આવેલા કંચનપુર ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ સુમરા જમાત દ્વારા આગામી શનિવાર તારીખ 11 ના રોજ હઝરત નાથનશાહ વલી આશહાબા પીરના 23 મા ઉર્ષ મુબારકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કંચનપુર (કરમદી) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવારે સાંજે ચાર વાગે ઘોડાની રેસ યોજવામાં આવશે. આ પૂર્વે બપોરે અઢી વાગ્યે કંચનપુર ગામમાંથી દરગાહ શરીફ સુધી સંદલ શરીફ તેમજ ચાર વાગ્યે ચાદર શરીફ બાદ સાંજે પાંચ વાગ્યે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉર્ષ મુબારકની પૂર્વ સંધ્યાએ શુક્રવાર તારીખ 10 ના રોજ રાત્રે ઈસાની નમાઝ બાદ મુકરીરે ખાસ આયોજનમાં સૈયદ હાજી અબ્દુલ કાદિર બાપુ, સૈયદ ફહીમુદીન અખ્તર પેશઇમામ, મૌલાના અહેમદરઝા સાહેબ શાનદાર તકરીર ફરમાવશે.
આયોજનના અંતમાં શનિવારે રાત્રે 10 વાગ્યે મશહૂર કવ્વાલ સાથેના કવ્વાલી મુકાબલાનું પણ આયોજન થયું છે. જેમાં સહભાગી થવા સમસ્ત સુન્ની મુસ્લિમ સુમરા જમાત - કંચનપુર દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech