ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદને ફરી મળી મારી નાંખવાની ધમકી

  • April 18, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • 26 સ્પેશિયલ ફેમ ડાયરેક્ટરના આસિસ્ટન્ટ પર એક્ટ્રેસે મૂક્યો આરોપ
  • ઉર્ફીનો દાવોઃ આસિસ્ટન્ટ ડાયરેક્ટરને તેણે મળવાની ના પાડતા ધમકી આપી


ધંગધડા વગરના અને અતરંગી આઉચફિટને કારણે હંમેશા વિવાદોમાં રહેતી ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ ફરી ચર્ચામાં આવી છે. તે ડ્રેસ સેન્સ અને હરકતોને કારણે ટ્રોલ પણ થતી રહે છે. તેને ઘણીવાર મારી નાંખવાની ધમકી પણ મળી ચુકી છે. આ વખતે ફરી એક્ટ્રેસને આવી જ ધમકી મળી છે. જેના વિશે તેણે પોસ્ટ શેર કરી છે. ઉર્ફીનો દાવો છે કે તેને હેરાન કરનાર બીજુ કોઈ નહીં પરંતુ, ફેમસ ફિલ્મમેકરનો આસિસ્ટન્ટ છે. 


 એક્ટ્રેસે ખુલાસો કર્યો કે તેણીએ એક ફેમસ ફિલ્મમેકરની ઓફિસથી કથિત રીતે જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. જેમાં અ વેડનસ ડે અને 26 સ્પેશિયલ ફિલ્મ ફેમ ફિલ્મમેકર નીરજ પાંડેનો આસિસ્ટન્ટે રીતે તેને પરેશાન કરી રહ્યો છે. તેણે તેને કામ પર ચર્ચા કરવા માટે ઓફિસ આવવા માટે કહ્યુ હતું. 
 
 જ્યારે ઉર્ફીએ તેને ડિટેઇલ મોકલવા માટે કહ્યું તો  તે વ્યક્તિએ તેને કહ્યુ કે, તેના કપડાંની પસંદના કારણે તેણી ઢોરમાર મારીને મોતના ઘાટ ઉતારવાની લાયક છે. આ મામલે નીરજ પાંડે કે તેની ઓફિસમાંથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ, ઉર્ફીને આ પહેલાં પણ ઘણીવાર ધમકી મળી ચુકી છે.


ઉર્ફી જાવેદે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ઘટનાને શેર કરી છે. તેણે લખ્યુ છે...

 

તો કોઈએ મને નીરજ પાંડેની ઓફિસથી ફોન કરીને કહ્યુ કે, તે તેનોઆસિસ્ટન્ટ છે અને સર મને મળવા માંગે છે- તેથી મેં મળતા પહેલાં કહ્યુ કે, તે મને તમામ ડિટેઇલ્સ મોકલી દે. જેના પર તે વ્યક્તિને ગુસ્સો આવ્યો કે હું નીરજ પાંડેનું અપમાન કરવાની હિંમત કઈ રીતે કરી શકું છુ.

તેણે મને કહ્યુ કે, તે મારી કારનો નંબર અને બધું જ જાણે છે અને હું જે પ્રકારનાં કપડાં પહેરુ છુ તેના કારણે હું મરી જાવ ત્યાં સુધી મને મારવી જોઈએ. આ તમામ વસ્તુ એટલા માટે કારણકે મેં તેને ડિટેઇલ નહીં આપતા મિટીંગ માટે ના પાડી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application