આખરે અતરંગી વસ્ત્રોધારી ઉર્ફી જાવેદની થઇ ગઇ બેઇજ્જતી

  • May 09, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ધક ધક ગર્લ માધૂરીના ચીફ ગેસ્ટવાળી ઇવેન્ટમાં ઉર્ફીને નો એન્ટ્રી
  • ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફીએ સોશિયલ મીડિયા પર કાઢ્યો બળાપો


ધંગધડા વગરના અને અતરંગી વસ્ત્રોને કારણે ઇન્ટરનેટ સેન્સેશન બનેલી ઉર્ફી જાવેદની આખરે બેઇજ્જતી થઇ ગઇ. ઉર્ફીને હાલમાં જ એક ઈવેન્ટમાં બોલાવાઈ હતી. જ્યારે ઉર્ફી જાવેદ આ ઈવેન્ટમાં જવા માટે તૈયાર થઈ ગઈ તો પછી તેને ના પાડવામાં આવી.


ખુદ ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, મને એક ઈવેન્ટમાં બોલાવવામાં આવી અને પછી ના પાડી દીધી. આ સાથે જ ઉર્ફી જાવેદે એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો ફોટો શેર કર્યો છે.

ઉર્ફી જાવેદે લખ્યું કે...


 મને ઈન્વાઈટ કરવા માટે આ ઈવેન્ટના લોકોએ મારી ટીમનો કોન્ટેક્ટ કર્યો હતો. જ્યારે મેં આ ઈવેન્ટનું આમંત્રણ સ્વીકાર્યું અને મારા તમામ પ્લાન કેન્સલ કરી દીધા પછી મને ના પાડવામાં આવી. મેં તો આ ઈવેન્ટ માટે આઉટફિટની પણ વ્યવસ્થા કરી લીધી હતી. ત્યારે આખરી સમયે મારી ટીમને એવું જણાવાયું કે હું  આ ઈવેન્ટમાં આમંત્રિત નથી.

ઉર્ફી જાવેદે આગળ લખ્યું કે...


 જ્યારે અમે તે ઈવેન્ટની ટીમને કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે હું  માધુરી દીક્ષિતના ગેસ્ટ લિસ્ટમાં સામેલ નથી. આ શું વાહિયાત કારણ છે. કોઈને ઈવેન્ટમાં આમંત્રણ આપ્યા પછી આ રીતે ના પડાય?


બીજી બાજુ તે ઈવેન્ટની ટીમના એક પ્રવક્તાએ જણાવ્યું કે, ઉર્ફી જાવેદની ટીમને આ સ્થિતિ વિશે પહેલા જ જણાવાયું હતું. ઉર્ફી જાવેદે જે કંઈ પણ કહ્યું તે ખોટું છે. જે ઈવેન્ટમાં ઉર્ફી જાવેદને આમંત્રિત કર્યા પછી ના પાડવામાં આવી તેમાં એક્ટ્રેસ માધુરી દીક્ષિત ચીફ ગેસ્ટ હતી.


 ઉર્ફી જાવેદે કહ્યું હતું કે તે જીવનમાં ઘણી વખત નિષ્ફળ ગઈ છે. તેને લાગતું હતું કે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટેનો એકમાત્ર ઉપાય જીવન ખતમ કરવાનો છે. રિયલ લાઈફમાં તેની સ્થિતિ ખૂબ ખરાબ હતી. નિષ્ફળ કરિયર, નિષ્ફળ રિલેશનશિપ અને આર્થિક તંગીના કારણે તેને એવું લાગતું હતું કે તેને જીવવાનો કોઈ અધિકાર નથી. ઉર્ફીએ કહ્યું કે આજે તેની પાસે વધારે પૈસા નથી, સફળ કરિયર નથી અને હજુ પણ સિંગલ છે પણ હવે તેની પાસે આશાનું કિરણ છે.



 ઉર્ફી જાવેદે એવું પણ કહ્યું હતું કે તે આજે જીવતી છે તેનું એકમાત્ર કારણ કે તે ક્યારેય રોકાઈ નથી. તે આગળ વધતી રહી અને આજે પણ આગળ વધી રહી છે. ભલે ત્યાં નથી પહોંચી કે જ્યાં તે પહોંચવા માગતી હતી પણ અત્યારે તે પોતાના રસ્તે છે. તે કહે છે કે જાગો, લડો અને ફરી આગળ વધો. તમે તમારી પરિસ્થિતિઓ કરતા વધારે મજબૂત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application