ઉર્ફી જાવેદે વેલેન્ટાઇન પર ટુપીસ બિકિની સૂટ પહેરી મચાવી ધમાલ

  • February 15, 2023 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બલૂન સ્લીવ્સના ડ્રેસથી ઉર્ફી ફિગરને સૌથી વધુ ફ્લોન્ટ કરી રહી છે ફેશન સેન્સ અને આઉટફિટ્સ માટે હોલીવૂડમાં પણ ચર્ચાસ્પદ અતરંગી અને હદ બહારના ઉઘાડા વસ્ત્રો પહેરીને લોકોનું ધ્યાન ખેંચનારી એક્ટ્રેસ- મોડેલ ઉર્ફી જાવેદ વેલેન્ટાઈન ડે પર ઉર્ફીએ રેડ કલરનો 2 પીસ ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. ઉર્ફીનો અંદાજ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. ઉર્ફી જાવેદ તેની ફેશન સેન્સ અને આઉટફિટ્સ માટે બોલીવૂડ નહીં હોલીવૂડમાં પણ તેની ચર્ચાઓ થવા લાગી છે. ફેશન સેન્સના કારણે તેને ક્યારેક ટ્રોલિંગનો શિકાર પણ થતી રહે છે. આજે વેલેન્ટાઇન ડે છે. ત્યારે ઉર્ફી પોતાની ફેશનને બતાવવાથી પાછી કેમ રહે? હવે વેલેન્ટાઈન ડે પર ઉર્ફીએ પોતાનો રેડ હોટ સ્ટાઈલ બતાવ્યો છે. રેડ ટુ પીસ ડ્રેસમાં ઉર્ફી એકદમ બોલ્ડ લાગી રહી છે. ઉર્ફીનો ડ્રેસ જરા હટકે છે. ફુલ બલૂન સ્લીવ્સનો આ ડ્રેસ જે એકટ્રેસના ફિગરને સૌથી વધુ ફ્લોન્ટ કરી રહી છે. ઉર્ફીની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ઉર્ફીનો આ લેટેસ્ટ લૂક જોઈને દરેકના હોશ ઉડી ગયા છે. ઉર્ફી જાવેદના આ ડ્રેસને અત્યાર સુધીનો સૌથી રિવિલિંગ ડ્રેસ માનવામાં આવી રહ્યો છે. ઉર્ફીએ તેના નેકમાં રેડ ટુ પીસ બિકીની સાથે પેન્ડન્ટ પહેર્યું છે. તેના વાળ હલાવીને ઉર્ફી કેમેરા સામે તેની સ્ટાઈલ બતાવી રહી છે. હાઈ હીલ્સ પહેરીને ઉર્ફી ચાહકોના દિલો-દિમાગ પર છવાઈ રહી છે. આ ડ્રેસમાં ઉર્ફીની ચેસ્ટ પર બનેલું ટેટૂ પણ સ્પષ્ટ દેખાય છે. ઉર્ફીએ તેના લુકને ન્યૂડ મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે. ઉર્ફીનો આ વેલેન્ટાઈન લૂક જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરતા ઉર્ફીએ લખ્યું કે- 'વિક્ટોરિયાની સિક્રેટ મોડલ જેવી લાગણી અનુભવી રહી છું. 'હેપ્પી વેલેન્ટાઈન ડે'. હેલીવાર નથી, જ્યારે ઉર્ફીએ આ પ્રકારના ડ્રેસ પહેરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હોય. ઉર્ફી જાવેદ ઘણીવાર આવા ડ્રેસ પહેરીને આવે છે જે ન્યુઝ બની જાય છે. ઉર્ફીની ફેશન સેન્સના ઘણા લોકોએ વખાણ કર્યા છે. જ્યારે કેટલાક લોકોએ તેને સાર્વજનિક સ્થળોએ આવા કપડા પહેરવા બદલ ટ્રોલ પણ કરી છે. જે પહેલાથી જ થતું આવ્યું છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં બીજેપી મહિલા મોરચાના પ્રમુખ ચિત્રા વાઘે ઉર્ફી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ઉર્ફીએ મહિલા આયોગમાં પણ ચિત્રા વાઘ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application