ઊર્ફી જાવેદએ બે જ દિવસમાં વચન તોડી નાંખ્યું, દેખાડ્યું ઉઘાડુ શરીર

  • April 03, 2023 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • લેધરના નાના ટુકડાથી બ્રેસ્ટ ઢાંકી, શરીર પર નાંભી દેખાડતું સ્કર્ટ પહેર્યું
  • 1 એપ્રિલે માફી માગી આવા ઉઘાડા કપડા નહીં પહેરવાનું વચન આપ્યું હતું



ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદએ થોડા દિવસ પહેલાં જ એક માફીનામું સોશિયલ મીડિયા પર લખી અતરંગી કપડા પહેરવા બદલ માફી માગી હતી. ત્યારે જ લોકોને શંકા ગઇ હતી કે આ તેનું નવું ગતકડુ અથવા તો એપ્રિલ ફૂલ હોઇ શકે છે. ખરેખર થયું પણ એવું જ. કે તે બે દિવસ બાદ જ બેશરમ કપડામાં દેખાઇ. ઉર્ફી જાવેદે હાલમાં ઈંસ્ટાગ્રામ પર નવા ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં ઉર્ફી સિઝલિંગ અંદાજમાં રેડ લૈધર આઉટફિટમાં દેખાઈ રહી છે.

ઉર્ફી જાવેદ મોટા ભાગે અતરંગી ફૈશન સ્ટાઈલને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફી જાવેદ એકેયે એવો મોકો નથી છોડતી, જ્યારે તે પોતાના અજીબોગરીબ સ્ટાઈલ ન બતાવી હોય. હાલમાં જ ઉર્ફીએ સોશિયલ મીડિયા પર એક અજીબોગરીબ કપડા પહેરીને એક માફીનામું માગ્યું હતું અને કહ્યું હતું કે, હવે તે ફરી વાર આવા કપડા નહીં પહેરે, પણ હાલમાં જ ઉર્ફીએ ફરી એક પોતાની અતરંગી સ્ટાઈલથી લોકોના હોશ ઉડાવી દીધા છે. ઉર્ફીએ પોતાનો નવો ડ્રેસ પહેરીને લેટેસ્ટ ફોટોઝ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.

ઉર્ફીએ લેટેસ્ટ ફોટોઝ સ્લિટવાળી સ્કર્ટ પહેરી છે. સાથે જ ઉર્ફીમાં ચેસ્ટ લૈધર એટલુ નાનુ છે કે, તેનું આખુ શરીર એક્સપોઝ થઈ રહ્યું છે. ઉર્ફી જાવેદે ગળામાં લૈધરનો કોલર પહેર્યો છે. જેના પર એક જિપ લાગેલી છે.

ઉર્ફી જાવેદનો આ ડ્રેસથી વધારે ધ્યાન તેની ચોટી પર જાય છે. ઉર્ફીની ચોટી હવામાં વળેલી દેખાઈ રહી છે. ઉર્ફીએ પોતાના સ્ટાઈલિશ લુક બ્રાઉન કલરની ગ્લોસી લિપસ્ટિકથી પુરી કરી છે. ઉર્ફીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે ટીવી સીરિયલ બડે ભૈયાની દુલ્હનિયથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. પણ ટીવી સીરિયલ કર્યા બાદ ઉર્ફીને એ ઓળખાણ મળી નહીં, જે તેને તેના અતરંગી કપડાએ અપાવી. ઉર્ફી પોતાની અતરંગી સ્ટાઈલના કારણે દુનિયાભરમાં લોકપ્રિય કરતા ટીકાપાત્ર બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application