ના હોય... ઉર્ફી જાવેદે ઉઘાડા વસ્ત્રો પહેરવા બદલ માંગી માફી

  • April 01, 2023 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ટીકાકાર નેટિઝન્સ પણ એક્ટ્રેસની માફીથી થયા કન્ફ્યૂઝ
  • લોકોનો સવાલ, નવી સ્ટ્રેટેજી તો નથીને? કે પછી એપ્રિલફૂલ?


સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદે હવે ખરેખર સનસની ફેલાવી છે. આ વખતે ઉઘાડા કપડા કે વિચિત્ર વસ્ત્રો પહેરીને નહીં પણ આવા કપડા પહેરવા બદલ માફી માગીને બધાને ચોંકાવી દીધા. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ અને ફેમસ છે અને સાથોસાથે તેણી પોતાના અતરંગી ફેશન સેન્સને માટે પણ ઓળખાય છે. ઉર્ફીએ થોડા દિવસો પહેલા જ ખૂબજ અતરંગી આઉટફીટ પહેર્યુ હતું જેના કારણે તેણી ચર્ચામાં આવી છે.


ઉર્ફી જાવેદ દિન-પ્રતિદિન એક નવા અને અતરંગી આઉટફીટમાં જ જોવા મળે છે, જેને જોઈને સૌ કોઈ હેરાન રહી જાય છે. ઉર્ફીએ બે દિવસ પહેલા જ ખૂબ જ અજીબ કપડાં પહેરેલા હતાં, જેમાં એક્ટ્રેસે લીલા રંગના અંડરગાર્મેન્ટ્સ ઉપર લીલા રંગની ઝાળી લપેટી દીધી હતી, જે કોઈ બેડમિન્ટન કોર્ટની નેટ જેવું દેખાઈ રહ્યુ હતું. ઉર્ફીના આ બેઢંગી ડ્રેસ જોઈ નેટિઝન્સે પોતાનું માથું પકડી લીધુ હતું.


આ વખતે ઉર્ફી પોતાની આવી અતરંગી ફેશનના કારણે ચર્ચામાં નથી. પરંતુ, તેની ચર્ચાનું કારણ છે તેની એક ટ્વિટ. ઉર્ફીએ પોતાના સત્તાવાર ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાના નવા લુકના ફોટો નથી મુક્યા. પરંતુ, આ ટ્વિટ દ્વારા તેણે લોકોની માફી માંગી છે.


એક્ટ્રેસની આ ટ્વિટે તમામ લોકોને કન્ફ્યુઝ કરી દીધા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે ઉર્ફીને શું થઈ ગયું છે! શું તેણી ખરેખર બોલ્ડ કપડાં છોડી રહી છે કે કંઈક નવું કરવા માટે એક્ટ્રેસની આ કોઈ પ્રમોશનલ સ્ટ્રેટેજી છે? કે પછી એપ્રિલફૂલ? છતાં લોકો ખુશ થઇ કહી રહ્યા છે કે જો ઉર્ફીએ સાચા હૃદયથી માફી માંગી હોય તો તે આવકાર્યને પાત્ર છે.


ઉર્ફી જાવેદ હંમેશા પોતાના એક્શનથી લોકોને ચોંકાવી દે છે અને આ વખતે પણ કંઈક એવું જ થયું છે. ઉર્ફી જાવેદે આ વખતે ઈન્સ્ટાગ્રામ નહીં પરંતુ ટ્વિટર પર ધમાલ મચાવી છે. લીલા રંગની ઝાળીવાળા અતરંગી આઉટફીટ પહેર્યાના એક દિવસ બાદ ઉર્ફીને અચાનક ખબર નહીં શું થઈ ગયુ અને તેણે લેટેસ્ટ ટ્વિટમાં પોતાની આ અજીબ બોલ્ડ ફેશન સેન્સ માટે માફી માંગી છે.

ઉર્ફી જાવેદે લેટેસ્ટ ટ્વિટમાં પોતાના અતરંગી ફેશન સેન્સ વિશે માફી માંગતા કહ્યું...

હું જે પ્રકારના કપડાં પહેરુ છુ, તેનાથી જે પણ લોકોને તકલીફ થઈ છે, હું તે તમામ લોકોને 'સૉરી' કહેવા માંગુ છુ. હવેથી તમને એક બદલાયેલી ઉર્ફી જોવા મળશે. બદલેલા કપડાં જોવા મળશે. માફી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application