શિમલામાં મસ્જિદના બાંધકામ મુદ્દે હંગામો, કલમ ૧૬૩ લાગુ

  • September 11, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિમાચલ પ્રદેશના શિમલામાં એક મસ્જિદના 'ગેરકાયદે' બાંધકામને લઈને તણાવ વધી ગયો છે. હિંદુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે, ત્યારબાદ આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો (ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૬૩) લાગુ કરવામાં આવ્યા છે.હિમાચલ પ્રદેશના સંજાૈલીમાં હિંદુ જૂથોએ બંધનું એલાન આપ્યા બાદ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. શિમલાના સંજાૈલી વિસ્તારમાં મસ્જિદમાં 'ગેરકાયદે' બાંધકામને લઈને તણાવ વધી રહ્યો છે. શિમલા જિલ્લા વહીવટીતંત્રે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, ૨૦૨૩ ની કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધિત આદેશો લાધા છે. આ અંતર્ગત પરવાનગી વિના પાંચથી વધુ વ્યકિતઓના એકઠા થવા અને લાકડીઓ, ખંજર, લાકડીઓ, ભાલા અને તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધની જોગવાઈ છે.
કેટલાક હિંદુ સંગઠનોએ બુધવારે મસ્જિદમાં અનધિકૃત બાંધકામને તોડી પાડવા અને રાયમાં આવતા બહારના લોકોની નોંધણીની માંગ સાથે બંધનું એલાન આપ્યું હતું. હિંદુ જમણેરી સંગઠનોએ ગુવારે અહીં ચૌડા મેદાનમાં ભારે વિરોધ પ્રદર્શન કયુ હતું અને સંજાૈલી વિસ્તારમાં આવેલી 'ગેરકાયદે' મસ્જિદને તોડી પાડવાની માંગ કરી હતી.
શિમલાના જિલ્લા મેજિસ્ટ્રેટ અનુપમ કશ્યપે જણાવ્યું હતું કે સંજાૈલી વિસ્તારમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાના ભયને કારણે પ્રતિબંધિત હત્પકમ લાદવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જાહેર રેલી, પરવાનગી વિના સરઘસ અને દેખાવો પર પ્રતિબધં મુકવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application