કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરોની માંગ સાથે ખેડૂતોનો હોબાળો મચાવી હરરાજી બધં કરાવી મામલતદાર કચેરીએ પહોંચી સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું. જોકે આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ ૧૦૦૦થી ૧૨૧૫ સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે જ છે.
કોડીનાર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં સરકારે બહાર પડેલા ટેકાના ભાવથી ખરીદી કરવાના મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવી મગફળીની ખરીદી સરકારે બહાર પડેલા ૧૩૫૬નાં ટેકાના ભાવે ખરીદી કરવાની જિદ્દ સાથે હોબાળો કરી હરરાજી બધં કરાવી ખેડૂતોએ હરરાજી ઠપ્પ કરાવી યાર્ડના ગેટ પર પહોંચી રસ્તો બધં કરાવી કોડીનાર મામલતદાર ઓફિસે પોહચી સૂત્રોચાર સાથે પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું.
કોડીનાર યાર્ડમાં આ મગફળીની ગુણવત્તાના આધારે વેપારીઓએ બજાર કિંમત આકતા હોય છે પણ છેલ્લ ા ૨ દિવસથી સરકારે કોડીનારમાં ટેકાના ૧૩૫૬ના ભાવે મગફળી ખરીદવાનું શ કરતાં ખેડૂતોએ યાર્ડમાં પણ ટેકાના ભાવે જ ખરીદી શ કરવાની જીદ્દ કરી હોબાળો કરી હરરાજી બધં કરવું હતી સાથો સાથ ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ મોડું મળે છે દરેક નાના ખેડૂત સરકારના મગફળી દેવામાં વાર લાગે છે એટલે અમારે યાર્ડમાં મગફળી દેવામાં આવવું પડે છે પણ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે ખેડૂતોને પણ આ વખતે પાક ઓછો થયો હોય અને તેમાં પણ ભાવ ઓછા મળવાથી બિયારણ કે મજૂરીના પૈસા પણ થતા ન હોય ખેડૂતોની હાલત પણ પડા ઉપર પાટુ જેવી થઈ છે
કોડીનાર યાર્ડમાં સારા ભાવો મળે જ છે: યાર્ડ સેક્રેટરી પિયુષભાઈ બારડ
જોકે આ સમગ્ર મામલે કોડીનાર માર્કેટ યાર્ડના સેક્રેટરી પિયુષભાઈ બારડે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની બજારના મુજબ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં પણ ૧,૦૦૦થી લઈને ૧૨૧૫ સુધી મગફળીની ગુણવત્તા મુજબના ભાવ મળે છે બજાર જાહેર છે ભાવ વર્તમાનપત્રોમાં અને અન્ય તમામ જગ્યાએ જણસીના ભાવો જાહેર છે પણ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે જ યાર્ડમાં હરાજી શ કરવી શકય નથી કારણ કે અલગ અલગ ગુણવત્તા વાળી મગફળી આવે છે. નબળી ગુણવત્તાઓની મગફળીના પણ ઐંચા ભાવ દેવાએ વેપારીઓને પોષય તેમ ન હોય માટે ગુણવત્તા મુજબ યાડમાં સૌથી સારા ભાવ મળે જ છે અને યાર્ડ સેક્રેટરીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જો ખેડૂતોને મગફળીના ભાવ પરવડે તેમ ના હોય અને સરકારમાં દેવી હોય તો પણ છૂટ છે અને સર ભાવ મેળવવા ખેડૂતોએ રાહ જોવી જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech